Illiquid Stocks List: શેરબજારમાં 282 શેર્સ એવા છે જે તમને કંગાળ બનાવી શકે છે , જાણો આ Stocks વિશે વિગતવાર
Illiquid Stocks List: જો તમે શેરબજાર(Share Market)માં નાણાંનું રોકાણ કરો છો, તો તમારે બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) ની વેબસાઇટ પર જારી કરાયેલા કેટલાક શેરોની યાદીથી વાકેફ થવું જરૂરી છે.

Illiquid Stocks List: જો તમે શેરબજાર(Share Market)માં નાણાંનું રોકાણ કરો છો, તો તમારે બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) ની વેબસાઇટ પર જારી કરાયેલા કેટલાક શેરોની યાદીથી વાકેફ થવું જરૂરી છે.BSEએ તેના રોકાણકારોને આશરે 269 અને NSEએ 13 શેર અંગે ચેતવણી આપી છે જે illiquid stocks છે. એક્સચેન્જે રોકાણકારોને આ શેરોમાં રોકાણ કરતી વખતે વધારે કાળજી રાખવા અને પૂરતી તપાસ કરવા જણાવ્યું છે.
જાણો ઇલલિક્વિડ શેર શું છે? ઇલલિક્વિડ શેર એ એવા શેરો છે જે સરળતાથી વેચી શકાતા નથી કારણ કે આ શેરોમાં ખૂબ ઓછો વેપાર થાય છે. આવા શેર રોકાણકાર માટે ખૂબ જોખમી બની શકે છે. અન્ય શેરોની તુલનામાં આવા શેરમાં વેપારમાં ખરીદદારો શોધવાનું ખૂબ મુશ્કેલ છે. આ કારણોસર એક્સચેન્જોએ તેમના રોકાણકારોને ચેતવણી આપી છે જેથી તેઓને નુકસાન ન થાય.
રોકાણકારોને નુકશાનનો ભય તમે આ સ્ટોકમાં રોકાણ કરી શકો છો અને તે જોતજોતામાં પૈસા બમણા અથવા ચાર ગણા કરી નાખશે પરંતુ જો શેરના કોઈ ખરીદનાર જ ન હોય તો તે પૈસા વધારવાનો શું ફાયદો છે? આનો અર્થ એ છે કે તમને તમારા સ્ટોક પર મજબૂત રિટર્ન દેખાશે પરંતુ જ્યારે તમે તેના માટે ખરીદનારની શોધ કરો ત્યારે તમને તે મળશે નહીં. આવી સ્થિતિમાં શક્ય છે કે તમે જેટલા રૂપિયામાં શેર ખરીદ્યો છે તે ગગડે ત્યારે વધુ રકમનું નુકશાન થઈ શકે છે.
કયા શેરમાં રોકાણ ટાળવું જોઈએ? આ શેરોની સંખ્યા BSE પર 269 અને NSE પર 13 છે. BSE અને NSE સમયાંતરે તેમના મેમ્બર્સને પોતાના માટે અથવા તેમના ગ્રાહકો વતી આવા શેર્સમાં વેપાર કરતી વખતે વધુ તપાસ કરવા કહે છે. તમે આ શેરોની સંપૂર્ણ યાદી BSE-NSE પર જોઈ શકો છો. આ યાદી જોવા માટે, તમે nseindia અથવા bseindiaની મુલાકાત લઈ શકો છો.
