જો તમે જીવન વીમા પોલિસી નથી ખરીદી તો જાણો ફાયદા, ઈન્કમ ટેક્સમાં પણ મળશે રાહત

|

Mar 19, 2024 | 5:39 PM

જીવન વીમા પોલિસી કલમ 80C હેઠળ વાર્ષિક 1,50,000 રૂપિયા સુધીના કર લાભો આપે છે. આરોગ્ય વીમા પોલિસી કલમ 80C હેઠળ આરોગ્ય પ્રીમિયમ સામે 25,000 રૂપિયા સુધીના પોતે, પતિ અથવા પત્ની અને બાળકો માટે લાભ આપે છે.

જો તમે જીવન વીમા પોલિસી નથી ખરીદી તો જાણો ફાયદા, ઈન્કમ ટેક્સમાં પણ મળશે રાહત
Life Insurance Policy

Follow us on

જીવન વીમો એ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. જીવન વીમો તમારા પરિવારને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે જ્યારે રૂપિયાની જરૂરિયાત હોય છે. પોલિસીની મુદત દરમિયાન પલિસીધારકને કંઈપણ થાય તો પોલિસીની રકમ ઘરના સભ્યોને મળે છે. જીવન વીમા કવર તમારા પરીવારના જીવન ધોરણને જાળવી રાખવામાં મદદ કરે છે.

લાંબાગાળાનું આયોજન કરવામાં મદદરૂપ

તમે જીવન કવરેજ દ્વારા તમારા પરિવારને સ્થિરતા પ્રદાન કરતી વખતે તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે લિંક્ડ પોલિસી ખરીદી શકો છો. યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન તમને લોન અને ઈક્વિટી ફંડમાં રોકાણ કરવાની અને ભવિષ્ય માટે કોર્પસ બનાવવાની મંજૂરી આપે છે. આ પ્રકારની પલિસીનો લોક-ઈન પીરિયડ 5 વર્ષનો હોય છે અને તમને 30 વર્ષ સુધીનો કાર્યકાળ પસંદ કરવા આપે છે. તમે તમારા લાંબાગાળાના નાણાકીય લક્ષ્યોને આધારે સમયગાળો પસંદ કરી શકો છો.

લોનમાં મદદ કરે છે જીવન વીમો

જીવન વીમા પ્લાનની ચુકવણી તમારા પરિવારના સભ્યોને કોઈપણ બાકી લોનની પતાવટ કરવામાં મદદ કરી શકે છે. આ તમારા પરીવારના સભ્યો માટે મદદરૂપ થાય છે. તેઓને તેમની નાણાકીય બાબતોની ચિંતા કર્યા વગર આગળ વધવા માટે સક્ષમ બનાવે છે. આજે યુવા વ્યાવસાયિકો વીમાને માત્ર ઈન્કમ ટેક્સ બચતના સાધન તરીકે જુએ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કલમ 80C હેઠળ 1,50,000 રૂપિયા સુધીના કર લાભ

મોટાભાગની વ્યક્તિઓ જીવન અને આરોગ્ય વીમા પોલિસીનો ઈન્કમ ટેક્સ બચતના સાધન તરીકે ઉપયોગ કરે છે. જીવન વીમા પોલિસી કલમ 80C હેઠળ વાર્ષિક 1,50,000 રૂપિયા સુધીના કર લાભો આપે છે. આરોગ્ય વીમા પોલિસી કલમ 80C હેઠળ આરોગ્ય પ્રીમિયમ સામે 25,000 રૂપિયા સુધીના પોતે, પતિ અથવા પત્ની અને બાળકો માટે લાભ આપે છે.

આ પણ વાંચો : બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે ખુશખબર, 3 બેંકે વ્યાજદરમાં કર્યો વધારો, તમને મળશે 9.25 ટકા સુધીનું વ્યાજ

આ ઉપરાંત 25,000 રૂપિયા સુધીના કર લાભ માતા-પિતા માટે આપે છે. વરિષ્ઠ નાગરિકો કે જેમની 60 વર્ષથી વધુ ઉંમર છે તેના માટે આ સ્વાસ્થ્ય યોજના લાભોની મર્યાદા 50,000 કરતાં વધારે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article