જો તમે બેંકમાં Auto Debit Payments સેટ કર્યું છે, તો તમારી મુશ્કેલી વધી શકે છે, જાણો

|

Mar 30, 2021 | 11:33 AM

1એપ્રિલથી તમારું ઓટો-ડેબિટ પેમેન્ટ (Auto Debit Payments) ફેલ થઇ છે કે, તેનું કારણ એ છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી રિકરિંગ માટે વધારાના ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA) ને લાગુ કરવા માટે નવા નિયમોની અંતિમ તારીખ 31 માર્ચ નક્કી કરી છે.

જો તમે બેંકમાં Auto Debit Payments સેટ કર્યું છે, તો તમારી મુશ્કેલી વધી શકે છે, જાણો
જો તમે પણ બેંકમાં Auto Debit Payments સેટ કર્યું છે તો આ સમાચાર છે મહત્વના

Follow us on

જો તમે પણ મોબાઈલ અને યુટીલીટી બિલના રીકરીંગ માટે ઓટો-ડેબિટ પેમેન્ટ સેટ કર્યું છે તો તમારી મુશ્કેલી વધી શકે છે. 1એપ્રિલથી તમારું ઓટો-ડેબિટ પેમેન્ટ (Auto Debit Payments) ફેલ થઇ છે કે, તેનું કારણ એ છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી રિકરિંગ માટે વધારાના ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA) ને લાગુ કરવા માટે નવા નિયમોની અંતિમ તારીખ 31 માર્ચ નક્કી કરી છે.

મોબાઇલ અને યુટિલિટી બિલ, ઓટીટી પ્લેટફોર્મ્સ અને ડિજિટલ ન્યૂઝ સબ્સ્ક્રિપ્શન્સ જેવી સેવાઓ માટે રિકરિંગ ઓટો-ડેબિટ પેમેન્ટ્સ સેટ કરનારા કરોડો ગ્રાહકોને ચૂકવણી માટે 1 એપ્રિલથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) એ ચેતવણી આપી છે કે 1 એપ્રિલ, 2021 થી લાખો ગ્રાહકો e-mandate ફેલ થઈ શકે છે, કારણ કે મોટાભાગની મોટી બેંકોએ આરબીઆઈના નિયમોને રજીસ્ટ્રેશન, ટ્રેકિંગ, મોડિફિકેશન અને ઇ-મેન્ડેટ્સના વિડ્રોલ માટે આરબીઆઇના નિયમનું પાલન કરવા માટે કોઈ જ પગલાં ભર્યા નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જણાવી દઈએ કે, કેન્દ્રીય બેંકે બેંકોને ગ્રાહકોને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ માટે ઇ-મેન્ડેટ સુવિધા આપવા જણાવ્યું હતું. આ સુવિધા ઓછી રકમના વ્યવહારો માટે હતી. ઇ-મેન્ડેટની સુવિધા તમામ પ્રકારના ચુકવણી વિકલ્પો પર લાગુ પડે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકોને ચુકવણીના વ્યવહાર માટે ઇ-મેન્ડેટ એટલે કે મંજૂરી આપવી પડશે. આ સુવિધા ફક્ત ટ્રાન્ઝેક્શનના રેકરીંગ માટે છે.

ઓટો ડેબિટ ચુકવણી સુવિધા નિષ્ફળતાને કારણે રૂ. 2000 કરોડની ચુકવણીઓ અસરગ્રસ્ત થશે. કાર્ડ, યુટિલિટી બિલ, ઓટીટી અને મીડિયા સબ્સ્ક્રિપ્શન્સ જેવા ક્ષેત્રો સહિત એમએસએમઇ માટે રૂ. 2,000 કરોડથી વધુની ચુકવણીની અસર થવાની સંભાવના છે.

નવા નિયમ હેઠળ ચુકવણી કપાત થયાના 5 દિવસ પહેલા બેન્કો ગ્રાહકોને એક નોટિફિકેશન મોકલશે અને ગ્રાહક તેને મંજૂરી આપે તે પછી જ ટ્રાંઝેક્શનની મંજૂરી આપવામાં આવશે. Rs, 5000 રૂપિયાથી વધુની ચુકવણી માટે બેન્કોએ ગ્રાહકોને વન-ટાઇમ પાસવર્ડ મોકલવો પડશે.

એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) જેવી બેન્કોએ તેમના નેટવર્ક ભાગીદારોને રિકરિંગ પેમેન્ટ અંગેના સૂચનો લાગુ કરવામાં અસમર્થતા કહી દીધી છે. વિક્રેતાઓએ હવે ગ્રાહકોને જાણ કરવાનું શરૂ કર્યું છે અને ચુકવણીની વૈકલ્પિક પદ્ધતિઓ સૂચવી રહ્યા છે.

Next Article