
SBI બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. આ ખાતામાંથી રોકડ ઉપાડ સંબંધિત નિયમો 1 ઓક્ટોબરથી બદલાશે. હવેથી, એટલે કે 1 ઓક્ટોબર 2026થી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટમાં ચાર મફત માસિક ઉપાડની મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ, દરેક વધારાના વ્યવહાર પર ચાર્જ લાગુ થશે. ખાતા ધારકો માટે મહત્વની બાબત એ છે કે, નવા નિયમ હેઠળ, ડિજિટલ વ્યવહારોને પણ ચાર મફત ઉપાડની મર્યાદામાં સમાવવામાં આવશે.
SBI એ BSBD એકાઉન્ટ્સ માટેના સેવા શુલ્કમાં સુધારો કર્યો છે. બેંક અનુસાર, 1 ઓક્ટોબરથી મહિનાના પહેલા ચાર ઉપાડ મફત રહેશે. દરેક પછીના ઉપાડ પર રૂ. 15 વત્તા GST લાગુ થશે. બીજા શબ્દોમાં કહીએ તો, ગ્રાહકોએ પાંચમા અને ત્યાર બાદના કોઈપણ યોગ્ય નાણાકીય ઉપાડ માટેના વ્યવહાર માટે ફી ચૂકવવી પડશે.
અહીં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે, ડિજિટલ વ્યવહારોને પણ પહેલા ચાર મફત વ્યવહારોની ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. જો કે આ મુક્તિ 1 ઓક્ટોબરથી લાગુ થતા નવા નિમયથી હવે દૂર કરવામાં આવી છે. નવા નિયમ હેઠળ, ડિજિટલ ચેનલો દ્વારા કરવામાં આવેલા સંબંધિત વ્યવહારોને પણ ચાર મફત વ્યવહારોની મર્યાદામાં ગણાશે.
અગાઉ, જ્યારે BSBD ખાતામાં પ્રથમ ચાર મફત માસિક ઉપાડ કરતાં વધુ વ્યવહારો પર ₹15 વત્તા GST નો ચાર્જ લાગુ થતો હતો, ત્યારે ડિજિટલ વ્યવહારોને આ ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. SBI એ હવે આ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. 1 ઓક્ટોબરથી, ડિજિટલ વ્યવહારો પણ આ મર્યાદામાં સામેલ કરવામાં આવશે. તેથી, ગ્રાહકોએ આખા મહિના દરમિયાન તેમના વ્યવહારોનો ટ્રેક રાખવાની જરૂર છે.
SBI અનુસાર, BSBD ખાતું દર મહિને ચાર મફત ઉપાડની સુવિધા આપે છે. આમાં સામેલ છે:
BSBD ખાતું અથવા બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતું—એક મૂળભૂત બચત ખાતું છે. જે ખાસ કરીને બેંકિંગ સેવાઓને વ્યાપક ગ્રાહકો સુધી પહોંચાડવા અને લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂરિયાત વિના બચત કરવાની સુવિધા આપવા માટે રચાયેલ છે.
ગ્રાહકોએ આ ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. SBI અનુસાર, આ ખાતું ખાસ કરીને એવા વ્યક્તિઓ માટે ઉપયોગી છે જેઓ સરળતાથી અને ઓછા ખર્ચે પ્રમાણભૂત બેંકિંગ સેવાઓ મેળવવા માંગે છે.