100થી વધુ કર્મચારીઓ હોય તો કેન્ટીન બનાવવી પડશે, 1 એપ્રિલથી મોદી સરકાર નિયમો લાગુ કરશે

|

Mar 20, 2021 | 7:29 AM

નવા શ્રમ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કંપનીઓના કર્મચારીઓ માટે કેન્ટીન જરૂરી બનાવવા અને સરકારી યોજનાઓને મજબુતપણે અમલમાં મૂકવા માટે વેલ્ફેર ઓફિસરની નિમણૂક કરવાના નિયમો બનાવવામાં આવ્યા છે.

100થી વધુ કર્મચારીઓ હોય તો કેન્ટીન બનાવવી પડશે, 1 એપ્રિલથી મોદી સરકાર નિયમો લાગુ કરશે
100 થી વધુ કર્મચારીઓવાળી કંપનીઓને તેમની એકમમાં કેન્ટિન રાખવી પડશે.

Follow us on

નવા શ્રમ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં કંપનીઓના કર્મચારીઓ માટે કેન્ટીન જરૂરી બનાવવા અને સરકારી યોજનાઓને મજબુતપણે અમલમાં મૂકવા માટે વેલ્ફેર ઓફિસરની નિમણૂક કરવાના નિયમો બનાવવામાં આવ્યા છે. સરકાર આ નવા નિયમો 1 એપ્રિલથી દેશભરમાં લાગુ કરવાની તૈયારી કરી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગયા વર્ષે બહાર પાડવામાં આવેલા વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી સંહિતા 2020 માં આ સંદર્ભમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે જે તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી લાગુ થઇ શકે છે. નવા શ્રમ કાયદાઓમાં મહત્વપૂર્ણ ફેરફારો હેઠળ 100 થી વધુ કર્મચારીઓવાળી કંપનીઓને તેમની એકમમાં કેન્ટિન રાખવી પડશે.

કર્મચારીઓની સંખ્યામાં કરાર પર કામ કરતા લોકોનો પણ સમાવેશ થશે. કંપનીઓએ પણ વેલ્ફેર ઓફિસરની નિમણૂક કરવાની રહેશે જેથી કામદારોને સરકારી યોજનાઓનો પૂરો લાભ મળી રહે. આ ઉપરાંત પરપ્રાંતિય મજૂરોના હિતોને ધ્યાનમાં રાખીને નિયમો પણ લાગુ કરવામાં આવશે કે જો કંપની તેમને સાઇટ પર લઈ જશે અને કામ પૂરું થયા પછી તેઓ ઘરે પરત મોકલવા વ્યવસ્થા કરશે અથવા ભથ્થું આપશે .

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ઓવરટાઇમના નિયમો બદલાય
ઓવરટાઇમના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર જો કામના કલાકો પછી 15 મિનિટથી વધુ કામ કરવામાં આવે તો તે ઓવરટાઇમ તરીકે ધ્યાનમાં લેવામાં આવશે. પહેલાં આ અવકાશ અડધો કલાક થતો હતો. કર્મચારી કોન્ટ્રાકટ પર હોય કે કાયમી સતત પાંચ કલાકથી વધુ કાયમી કામ માટે દબાણ ન મૂકવાની જોગવાઈઓ પણ નક્કી કરવામાં આવી છે. કંપનીએ તેને દર પાંચ કલાકે અડધો કલાકનો વિરામ આપવો જરૂરી રહેશે. ઉપરાંત આ વિરામનો સમય પણ કામના કલાકોમાં ઉમેરવામાં આવશે.

Next Article