Hyundai IPO : બે દાયકા પછી દેશમાં ઓટો કંપનીનો IPO આવશે, ટૂંક સમયમાં દસ્તાવેજ ફાઈલ કરાશે

|

Jun 12, 2024 | 7:43 AM

Hyundai IPO: દક્ષિણ કોરિયાની ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટરના ભારતીય યુનિટ હ્યુન્ડાઈ ઈન્ડિયાના આઈપીઓ અંગે ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે અને હવે તેની સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા છે.

Hyundai IPO : બે દાયકા પછી દેશમાં ઓટો કંપનીનો IPO આવશે, ટૂંક સમયમાં દસ્તાવેજ ફાઈલ કરાશે

Follow us on

Hyundai IPO: દક્ષિણ કોરિયાની ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટરના ભારતીય યુનિટ હ્યુન્ડાઈ ઈન્ડિયાના આઈપીઓ અંગે ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે અને હવે તેની સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા છે.

કોરિયાની હ્યુન્ડાઈ મોટરના આઈપીઓમાં રસ ધરાવતા લોકો આ કંપનીનું ભારતીય યુનિટ આગામી બે સપ્તાહમાં સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરી શકે છે જે પ્રારંભિક જાહેર ઓફરની પ્રક્રિયા શરૂ કરશે. જો તે સફળ થશે તો વર્ષ 2003માં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીના લિસ્ટિંગ પછી બે દાયકાથી વધુ સમયમાં ભારતમાં કોઈ ઓટોમેકર દ્વારા આ પહેલો IPO હશે.

ઈક્વિટી માર્કેટમાં તેજીનો લાભ લઈ શકે છે

Hyundai ભારતીય ઇક્વિટી માર્કેટમાં તેજીનો લાભ લેવાનું વિચારશે જેણે છેલ્લા દાયકામાં 14% વાર્ષિક વળતર આપ્યું છે. જે તેને વૈશ્વિક સ્તરે ટોચના પાંચ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા બજારોમાં સ્થાન આપે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કંપનીની યોજના શું છે?

રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યા પછી, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા ભારત અને વિદેશમાં રોકાણકારોના રોડ શો શરૂ કરવાની યોજના ધરાવે છે જે આગામી મહિનાથી હાથ ધરવામાં આવશે. એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે નામ ન આપવાની શરતે આ માહિતી આપી છે.

Hyundai નો IPO ક્યારે આવી શકે?

DRHP દાખલ થયાના 60-90 દિવસમાં સેબી તેની મંજૂરી આપી શકે છે. તેથી અંદાજ લગાવી શકાય છે કે હ્યુન્ડાઈનો આઈપીઓ આ વર્ષના સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં ભારતીય શેરબજારમાં આવી શકે છે.

Hyundai IPO નું મૂલ્યાંકન કેટલું હોઈ શકે?

હ્યુન્ડાઈ ઈન્ડિયાના આઈપીઓનું મૂલ્યાંકન 22-28 બિલિયન ડોલર હોઈ શકે છે. અત્યાર સુધી, સરકારી વીમા કંપની LICનો IPO એ દેશની સૌથી વધુ મૂલ્યવાન જાહેર ઓફર છે જેનું કદ આશરે રૂપિયા 21 હજાર કરોડ હતું.

મે મહિનામાં SUVનું રેકોર્ડ વેચાણ

કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરુણ ગર્ગે આ મહિનાની શરૂઆતમાં મીડિયા સાથેના માસિક વેચાણ કોલમાં જણાવ્યું હતું કે મે મહિનામાં Hyundaiના કુલ વેચાણમાં SUVનો હિસ્સો 67% હતો. કંપનીની SUV રેન્જમાં Exeter, Venue, Creta, Alcazar, Tucson અને Ioniq 5નો સમાવેશ થાય છે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Next Article