Gujarati NewsBusinessHow to file Income Tax Return using Form 16 Follow this online step by step process
Form-16 ની મદદથી કરીને Income Tax Return ઓનલાઇન કેવી રીતે ફાઇલ કરવું? અનુસરો આ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
ફોર્મ-16(Form-16)નો ઉપયોગ કરીને આવકવેરા રિટર્ન(Income Tax Return ) ફાઇલ કેવી રીતે કરવું તે પ્રશ્ન ઘણા લોકોને મૂંઝવણમાં મૂકે છે. જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો તો તમે સાંભળ્યું હશે કે કંપની વતી કર્મચારીઓના પગારમાંથી TDS કાપવામાં આવે છે. આ તમારો ટેક્સ રેકોર્ડ છે.
Follow us on
ફોર્મ-16(Form-16)નો ઉપયોગ કરીને આવકવેરા રિટર્ન(Income Tax Return ) ફાઇલ કેવી રીતે કરવું તે પ્રશ્ન ઘણા લોકોને મૂંઝવણમાં મૂકે છે. જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો તો તમે સાંભળ્યું હશે કે કંપની વતી કર્મચારીઓના પગારમાંથી TDS કાપવામાં આવે છે. આ તમારો ટેક્સ રેકોર્ડ છે. કંપની દ્વારા દર વર્ષે પાછલા નાણાકીય વર્ષ માટે મેના અંત સુધીમાં ફોર્મ 16(Form -16) ઈશ્યુ કરવામાં આવે છે. જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના સમયગાળા માટે હોય છે. Form 16 અનિવાર્યપણે કંપની દ્વારા તેના કર્મચારીઓને આપવામાં આવતું પ્રમાણપત્ર છે. આ પ્રમાણપત્ર એ એક સ્વીકૃતિ આપે છે કે તમારા પગારમાંથી TDS કાપવામાં આવ્યો છે અને કર્મચારી વતી સરકારી સત્તાવાળાઓ પાસે જમા કરવામાં આવ્યો છે.
કંપની તરફથી TDS કાપવામાં આવે છે
દરેક કંપનીએ તેના કર્મચારીઓને સેલેરી સ્લિપ આપવી જોઈએ. ફોર્મ 16 માં દરેક મહત્વપૂર્ણ વિગતો શામેલ છે જે આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં ઉપયોગી છે. આના દ્વારા તમે TDS તરીકે કપાયેલા પૈસા પાછા મેળવી શકો છો.
Form-16, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો સહિત તમારા તમામ નાણાકીય દસ્તાવેજો મેળવો.
ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે તમે જે કપાત માટે પાત્ર છો તેની નોંધ લેવાની ખાતરી કરો (જેમ કે 80C, 80D, વગેરે હેઠળની કોઈપણ કપાત)
આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને ખાતું બનાવો. જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ હોય તો Login કરો.
પ્રક્રિયા શરૂ કરવા માટે ઈ-ફાઈલ વિભાગ પર ઉપલબ્ધ “Income Tax Return” પર ક્લિક કરો.
તમારી આવક અને અન્ય સંજોગોના આધારે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મ પસંદ કરો.
જો તમારી પાસે ફોર્મ 16 છે તો ITR-1 અથવા ITR-2 નો ઉપયોગ કરી શકાય છે.
વ્યક્તિગત વિગતો, આવકની વિગતો, કપાત અને કર ચૂકવણી જેવી વિગતો દાખલ કરો.
ફોર્મ 16 તમારા Income Tax Return ફાઇલ કરવા માટે જરૂરી વિગત પુરી પાડે છે જેમાં કલમ 10 હેઠળ મુક્તિ, કલમ 16 હેઠળની કપાત, કરપાત્ર પગાર ,કલમ 80C હેઠળ કપાતનો સમાવેશ થાય છે.
તમે દાખલ કરેલી માહિતી ચકાસો પછી ફોર્મ સબમિટ કરો.
એકવાર તમે તમારું રિટર્ન સબમિટ કરી લો પછી તેને accessible methods પૈકી એક દ્વારા E-Verify કરો, જેમ કે તમારા આધારમાંથી OTP વગેરે.
પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે E-Verify ITR અપલોડ કરો.