જાણો કઈ રીતે એક ‘પીળા – નારંગી ચમકતા હીરા’ની મદદથી નીરવ મોદીએ PNBને રાતા પાણીએ નવડાવી હતી

|

Feb 26, 2021 | 7:24 AM

PNB Scam by Nirav Modi: ઘણા વર્ષોની જહેમત બાદ આખરે નીરવ મોદીને ભારત લાવવાની મંજૂરી મળી ગઈ છે. 11,500 કરોડના કૌભાંડનો ભાંડો ફૂટે તે પહેલાં નીરવ મોદી(Nirav Modi) 2018 માં યુકે ભાગી ગયો હતો પરંતુ હવે તેમને દેશમાં પાછો લાવવામાં આવશે અને સજા આપવામાં આવશે. PNBમાં હજારો કરોડ રૂપિયા (PNB Scam)ગોટાળાને અંજામ આપનાર નીરવ મોદીના કેસમાં 'પીળા નારંગી હીરા' (yellow-orange shining diamond)ની વાર્તા પણ સામે આવી છે.

જાણો કઈ રીતે એક પીળા - નારંગી ચમકતા હીરાની મદદથી નીરવ મોદીએ PNBને રાતા પાણીએ નવડાવી હતી
ભાગેડુ નિરવ મોદી

Follow us on

PNB Scam by Nirav Modi: ઘણા વર્ષોની જહેમત બાદ આખરે નીરવ મોદીને ભારત લાવવાની મંજૂરી મળી ગઈ છે. 11,500 કરોડના કૌભાંડનો ભાંડો ફૂટે તે પહેલાં નીરવ મોદી(Nirav Modi) 2018 માં યુકે ભાગી ગયો હતો પરંતુ હવે તેમને દેશમાં પાછો લાવવામાં આવશે અને સજા આપવામાં આવશે. PNBમાં હજારો કરોડ રૂપિયા (PNB Scam)ગોટાળાને અંજામ આપનાર નીરવ મોદીના કેસમાં ‘પીળા નારંગી હીરા’ (yellow-orange shining diamond)ની વાર્તા પણ સામે આવી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ડાયમંડ દ્વારા આ છેતરપિંડી(Fraud by Diamond) કરવામાં આવી હતી. અમેરિકામાં નીરવ મોદીની કંપનીઓની તપાસમાં આ તથ્યો બહાર આવ્યા છે. ચાલો જાણીએ કે નીરવ મોદીએ એક હીરાથી આટલું મોટું કૌભાંડ કેવી રીતે કર્યું.

આ હીરા જુદા જુદા દેશોમાં ફેરવવામાં આવ્યા હતા
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ નીરવ મોદીએ એક ‘પીળો-નારંગી ચળકતો હીરો’ વિશ્વના વિવિધ દેશોમાં પોતાની કંપનીઓ દ્વારા ખરીદ્યો અને વેચ્યો હતો. દરેક વખતે તેની કિંમત લાખો ડોલરમાં વધઘટ બતાવવામાં આવી હતી. અમેરિકામાં નીરવ મોદીની કંપનીઓના નાદાર રિપોર્ટમાં જણાવાયું છે કે નીરવ મોદી દ્વારા નિયંત્રિત ત્રણ શેલ કંપનીઓમાં વર્ષ ૨૦૧૧ માં ઓછામાં ઓછા ચાર વખત ત્રણ કેરેટ હીરાની ખરીદી કરવામાં આવી હતી.

ઈમ્પોર્ટ – એક્સપોર્ટની આખી રમત છે
25 ઓગસ્ટના રોજ ફાઈલ અહેવાલ મુજબ, ભારતના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના કેન્દ્રમાં રાઉન્ડ ટ્રિપિંગ છે. રાઉન્ડ ટ્રિપિંગ એ આયાત-નિકાસની રમત છે, જેમાં સમાન માલના વારંવાર વેપારને અલગ વ્યવહાર તરીકે દર્શાવવામાં આવે છે. તપાસ અધિકારી જ્હોન જે. કાર્નેના જણાવ્યા મુજબ, મોદીની પરોક્ષ માલિકી ત્રણ અમેરિકન જ્વેલરી કંપનીઓના નાદારીના અજમાયશી મામલામાં તાબડતોબ ખરીદારી એ યોજનાનો એક ભાગ હતો, જેના હેઠળ મોદી અને તેના સાથીઓએ વર્ષમાં 4 બિલિયન ડોલર ઉધાર લીધા હતા. ભારતમાં 20 શેલ કંપનીઓના જૂથ દ્વારા હીરા અને અન્ય ઝવેરાતની આયાતનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ રમતની શરૂઆત 2011 થી થઈ હતી
‘પીળા -નારંગી ચમકતા હીરા’ ને સૌ પ્રથમ પરોક્ષ રીતે મોદીની માલિકીની અમેરિકન કંપની ફાયરસ્ટાર ડાયમંડ દ્વારા વેચવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2011 માં, તે નીરવ મોદીની પોતાની શેલ કંપની ફેન્સી ક્રિએશન્સ કંપની લિમિટેડમાં કથિત રીતે હોંગકોંગ લઈ જવાયો હતો. તેની કિંમત લગભગ 11 લાખ ડોલર હતી. 2 અઠવાડિયા પછી, તેને નીરવ મોદી ફેમિલી ટ્રસ્ટ દ્વારા રચાયેલી સોલર એક્સપોર્ટ દ્વારા યુએસની ફાયર સ્ટાર ડાયમંડ કંપનીમાં પરત મોકલવામાં આવ્યો હતો.

7 વર્ષમાં 213.8 મિલિયન ડોલરની રાઉન્ડ ટ્રિપિંગ કરાઈ
2011 માં એક અઠવાડિયાથી ઓછા સમય પછી ફાયર સ્ટાર કંપનીએ હીરો ફેન્સી ક્રિએશન્સને વેચી દીધો હતો અને આ વખતે તેનું મૂલ્ય 16 લાખ ડોલર બતાવાયું હતું. ત્યારબાદ, તે સંયુક્ત આરબ અમીરાતની મોદીની શેલ કંપની વર્લ્ડ ડાયમંડ ડિસ્ટ્રિબ્યુશનને કથિત રીતે વેચવામાં આવ્યું હતું અને આ વખતે તેનું મૂલ્ય ૧૨ લાખ ડોલર દેખાડયું હતું. 2011 થી 2017 ની વચ્ચે કુલ 213.8 મિલિયન ડોલરની રાઉન્ડ ટ્રિપિંગ કરવામાં આવી હતી, જે દરમિયાન પીએનબી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાનના બિલ પંજાબ નેશનલ બેંકને ટૂંકા ગાળાની લોન લેવા માટે આપવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે પછી લોનમાંથી મળેલા નાણાંનો ઉપયોગ નીરવ મોદીની લાઇફસ્ટાઇલ અને વ્યવસાયિક એકમોમાં કરતો હતો. નવી લોનનો ઉપયોગ જૂની લોન ભરપાઈ કરવા માટે કરવામાં આવ્યો હતો.

Next Article