ફ્લાઈટની ટિકિટ કેન્સલ કરાવવા પર કેટલો ચાર્જ લેવામાં આવે છે ? રિફંડ ક્યારે અને કેવી રીતે મળે છે ? જાણો અહીં
ફ્લાઈટ્સ અને એરલાઈન્સને લગતી ઘણી સમસ્યાઓમાંથી એક એરલાઈન કેન્સલેશન પોલિસી છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ ટિકિટ કેન્સલ કરાવવા ઈચ્છો છો, તો કેટલો ચાર્જ લેવામાં આવે છે અને આ માટે એરલાઈનના નિયમો શું છે.

ઠંડી અને ધુમ્મસના કારણે આ સમયે ઘણી ફ્લાઈટ્સ કલાકો મોડી પડી રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે ઘણા લોકો તેમની ટિકિટ કેન્સલ કરી રહ્યા છે, તો કેટલાક તેમની મુસાફરીને ફરીથી શેડ્યૂલ કરી રહ્યા છે. રિશિડ્યુલ કરવાને બદલે કેન્સલ થતા મુસાફરોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે તેમને જે રિફંડ મળી રહ્યું છે તે માત્ર ખુબ સામાન્ય છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ ટિકિટ કેન્સલ કરાવવા માંગો છો, તો કેટલો ચાર્જ લેવામાં આવે છે અને આ માટે એરલાઈન્સના નિયમો શું છે.
ફ્લાઇટ કેન્સલ કરવાનો શું છે નિયમ?
ફ્લાઈટ્સ અને એરલાઈન્સને લગતી ઘણી સમસ્યાઓમાં એક એરલાઈન કેન્સલેશન પોલિસી છે. જેને લઈને મુસાફરો હંમેશા ચિંતિત રહે છે. ઘણી વખત, એરલાઇન ટિકિટ કેન્સલેશન ચાર્જ એટલો વધી જાય છે કે હજારોની ટિકિટોમાંથી માત્ર થોડા રૂપિયા જ પરત કરવામાં આવે છે અને આવી રીતે એરલાઇન્સ કેન્સલેશન ચાર્જ અને સુવિધા ફી વગેરેના નામે મોટી રકમની કેન્સલેશન ચાર્જ તરીકે લેવામાં આવે છે.
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મુસાફરોની ટિકિટ કેન્સલ કરવા અંગે સૂચનાઓ જાહેર કરી છે. આ મુજબ, જો તમારી ફ્લાઇટ કોઈપણ કારણોસર રદ થાય છે, તો એરલાઇન કંપનીઓ તમને બે વિકલ્પ આપે છે. પ્રથમ, તેઓ તમારા માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા અથવા તમારી ટિકિટનું સંપૂર્ણ રિફંડ પ્રદાન કરે છે. જો કે, જો તમારે કોઈ કારણસર તમારી ટિકિટ કેન્સલ કરવી પડે તો તેના માટેના નિયમો અલગ છે.
કેટલા પૈસા કપાશે?
એરલાઇન્સ હંમેશા તેમની વેબસાઇટ પર કેન્સલેશન ચાર્જ અને નિયમોનો ઉલ્લેખ કરે છે. ઈન્ડિયોની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, જો તમે પ્રસ્થાનના 0 થી 3 દિવસ પહેલા તમારી ટિકિટ કેન્સલ કરો છો, તો તમારી પાસેથી 3500 રૂપિયા કેન્સલેશન ચાર્જ અથવા એરફેર ચાર્જ બેમાંથી જે ઓછો હોય તે વસૂલવામાં આવશે.
જ્યારે તમે પ્રસ્થાનના 4 કે તેથી વધુ દિવસ પહેલા રદ કરો છો, તો 3000 રૂપિયાનો કેન્સલેશન ચાર્જ અથવા હવાઈ ભાડું, જે ઓછું હોય તે તમારી ટિકિટમાંથી કાપવામાં આવશે. જો તમે મુસાફરીના 7 દિવસ પહેલા ટિકિટ બુક કરો છો અને 24 કલાકની અંદર ટિકિટ કેન્સલ કરો છો, તો તમને સંપૂર્ણ રિફંડ મળશે. પરંતુ જો તમે એરલાઈન્સની કોઈપણ ઓફર હેઠળ ટિકિટ બુક કરાવી છે, તો ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. કેન્સલેશન ચાર્જ સંબંધિત આ શરતો ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર લાગુ થાય છે.