GUJARAT : નાઈટ કર્ફ્યુંમાં વધારો થવાથી રેસ્ટોરન્ટ-હોટેલના વેપારમાં 20 ટકાનો ઘટાડો થશે

|

Dec 28, 2021 | 10:54 PM

Ahmedabad News : ગુજરાતમાં નાઈટ કર્ફ્યુનો સમય અગાઉ રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો, જો કે બાદમાં અ કલાકોમાં વધારો કરીને રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો છે.

GUJARAT : નાઈટ કર્ફ્યુંમાં વધારો થવાથી રેસ્ટોરન્ટ-હોટેલના વેપારમાં 20 ટકાનો ઘટાડો થશે
Hotel and restaurant Business reduce by 20 per cent due to night curfew in gujarat

Follow us on

AHMEDABAD : ગુજરાત સરકારે તાજેતરમાં વધતા કોવિડ કેસ અને કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને નાઇટ કર્ફ્યુમાં બે કલાકનો વધારો કર્યો છે. નાઈટ કર્ફ્યુની સીધી અસર ખાણીપીણી સાથે સંકળાયેલા વેપારીઓ પર પડી રહી છે. ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના અંદાજ મુજબ નાઈટ કર્ફ્યુંના કલાકોમાં વધારો થવાથી હોટેલ અને રેસ્ટોરન્ટના વેપારમાં 20 ટકાનો ઘટાડો થશે.

નાઈટ કર્ફ્યુંના કલાકોમાં વધારો
ગુજરાતમાં નાઈટ કર્ફ્યુનો સમય અગાઉ રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો, જો કે બાદમાં અ કલાકોમાં વધારો કરીને રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો છે. નાઈટ કર્ફ્યુંમાં થયેલા વધારાથી રેસ્ટોરન્ટના માલિકો ચિંતિત છે કે જો તેઓ આટલું વહેલું બંધ કરશે તો તેમના વ્યવસાયને ભારે નુકસાન થશે, ખાસ કરીને એવા સમયે જ્યારે લોકો મોડી રાત્રે બહાર નીકળવાનું વધારે પસંદ કરતા હોય છે.

ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો અને વેપારને નુકસાન થશે
આ અંગે એક સમાચાર એજેન્સી સાથે વાત કરતા ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું કે નવું વર્ષ અને ક્રિસમસ એ વર્ષનો સમય છે જ્યારે લોકો રજાના વાતાવરણ આનંદ માણવા અને મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે મોડી રાત્રે બહાર નીકળવાનું પસંદ કરે છે. જો કે, નવા પ્રતિબંધો સાથે, લોકોને રાત્રે 10 વાગ્યા સુધીમાં ખરીદી બંધ કરી ઘરે પરત ફરવાની ફરજ પડશે અને સાથે જ સ્ટાફને પણ ઘરે જવું પડશે. આનાથી ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થશે અને વેપારને નુકસાન થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફૂડ ડીલીવરી અંગે પણ કોઈ સ્પષ્ટતા નહી
વધુમાં, ડિલિવરીના સમય અંગે સ્પષ્ટતાના અભાવે ભૂતકાળમાં રેસ્ટોરન્ટના વ્યવસાયને પણ નુકસાન પહોંચાડ્યું છે. કર્ફ્યુના સમય પછી ફૂડ ડિલિવરીની મંજૂરી આપવામાં આવશે કે નહીં તે અંગે ગુજરાત સરકારે કોઈ સૂચના આપી નથી. વર્ષનો અંત ફૂડ બિઝનેસ માલિકો વર્ષના અંત સમયે વેપાર સારો થવાની ખૂબ જ રાહ જોતા હોય છે કારણ કે લોકો તેમના પરિવારજનો અને મિત્રો સાથે બહાર નીકળવા, ખાવાનું અને આનંદ માણવાનું પસંદ કરતા હોય છે, પણ નાઈટ કર્ફ્યું વધવાને કારણે વર્ષના અંતિમ દિવસો વેપારીઓ માટે નિરસ બની ગયા છે.

આ પણ વાંચો : સુરતમાં કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતા વધી, દરરોજ 10,000 ટેસ્ટ કરવા આયોજન

Next Article