વ્યાજદરના વધારાને કારણે વધી છે હોમ લોનના હપ્તાની રકમ ? આ રીત અપનાવીને ઘટાડો બોજ

|

Jan 04, 2023 | 9:13 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ, રેપો રેટમાં વધારો કર્યા બાદ મોટાભાગની બેંકોએ હોમ લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. જેના કારણે લોકોની EMI વધી છે. પરંતુ એવી કેટલીક રીતો છે, જેના દ્વારા તમે તમારા EMI બોજને ઘટાડી શકો છો. વાંચો આ સમાચાર.

વ્યાજદરના વધારાને કારણે વધી છે હોમ લોનના હપ્તાની રકમ ? આ રીત અપનાવીને ઘટાડો બોજ
Reduce your home loan burden in this way ( file photo)

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજદરમાં વધારો કરવાને કારણે હોમ લોન લેનારાઓને સૌથી વધુ નુકસાન થયું છે. રેપો રેટમાં વધારો કર્યા બાદ, મોટાભાગની બેંકોએ લોનના વ્યાજ દરમાં 2 ટકા સુધીનો વધારો કર્યો છે. તેનાથી હોમ લોન લેનારાઓ અનેક લોકો પર માત્ર EMI બોજ જ નથી વધ્યો પરંતુ લોનની મુદત પણ વધી ગઈ છે. આવી સ્થિતિમાં, શું કોઈ રસ્તો છે જેના દ્વારા હપ્તાનો બોજ ઓછો કરી શકાય. આવો જાણીએ કે કેવી રીતે હપ્તાનુ ભારણ ઓછુ કરી શકાય તે અંગે…

કોઈપણ રીતે, રેપો રેટમાં વધારાને કારણે સૌથી વધુ નુકસાન મોટી રકમ અને લાંબા ગાળાની લોન લેનારાઓને થયું છે. જો તમારી હોમ લોન રૂ. 50 લાખ છે અને તેના 20 વર્ષના હપ્તા બાકી છે, અને વ્યાજ દર 7 થી વધીને 9.25 ટકા થયો હોય છે, તો તમારી EMI રૂ. 38,765 થી વધીને રૂ. 45,793 થશે.

લોનની કુલ રકમ કેટલી વધશે ?

ઉપર દર્શાવેલા ઉદાહરણ પરથી તમને લાગતું હશે કે આમાં કેટલી રકમ વધશે. પરંતુ જો આપણે તેને મોટા ચિતાર તરીકે જોઈએ તો લોનની મુદત સુધીમાં તમારી કુલ લોનની રકમ લગભગ 16.86 લાખ રૂપિયા વધી જશે. જો તમારી EMI વર્તમાન સ્તરે રહેશે તો તે રૂ. 43.03 લાખથી વધીને રૂ. 59.90 લાખ થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

EMIનો બોજ ઘટાડી શકાય છે

આદિલ શેટ્ટી, CEO, BankBazaar કહે છે કે, હોમ લોન લેનારાઓ માટે EMIના બોજને નિયંત્રિત કરવું એ એક મોટું કાર્ય છે કારણ કે તમારા માસિક ખર્ચનો મોટો ભાગ EMI પર ખર્ચ કરવામાં આવે છે. તેથી, હપ્તા જેટલા ઓછા રાખવામાં આવે તેટલું વધુ સારું રહેશે.

જ્યારે વ્યાજ દરો વધી રહ્યા છે, ત્યારે હોમ લોન EMI ને નિયંત્રણમાં રાખવા માટે આંશિક રીતે પૂર્વચુકવણી અથવા લોન પ્રીપેમેન્ટ એ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આ પ્રકારે વ્યાજના વધતા બોજને ઘટાડવામાં તમને મદદરૂપ છે.

આંશિક પૂર્વચુકવણી મદદ કરી શકે છે

જો કે, આંશિક પૂર્વચુકવણી અને પૂર્વચુકવણી તમારી નાણાકીય સ્થિતિ પર આધાર રાખે છે. જો કે, આંશિક પૂર્વચુકવણીના ફાયદા એક ઉદાહરણ દ્વારા સમજી શકાય છે.

આ રીતે ઘટાડો તમારી લોનનું ભારણ

જો તમારી લોનની રકમ રૂ. 50 લાખ છે અને તે લોનનો વ્યાજ દર 9.40 ટકા છે, જ્યારે તમારી પાસે 15 વર્ષના હપ્તા બાકી છે. આવી સ્થિતિમાં, જો તમે 7.5 લાખ રૂપિયાની આંશિક પ્રીપેમેન્ટ કરો છો, તો તમને વ્યાજ તરીકે 17.73 લાખ રૂપિયાની બચત થશે, જ્યારે તમારી લોન પણ લગભગ 48.6 મહિનામાં સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવશે.

Next Article