હિન્દુસ્તાન ઓઈલ લિમીટેડ 25 % પ્રીમિયમ સાથે શેર બાયબેક કરશે

|

Nov 06, 2020 | 11:32 AM

જાહેર ક્ષેત્રની ઓઇલ રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCLના શેર બાયબેકને બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. BSE ફાઇલિંગ મુજબ આ બાયબેક હેઠળ 10 કરોડ  શેર પાછા ખેંચવામાં આવશે.આ શેર કંપનીની કુલ પેઇડ-અપ ઇક્વિટી મૂડીનો 6.56% હિસ્સો છે. BSE ફાઇલિંગ મુજબ HPCL  બાયબેક 250 રૂપિયા પ્રતિ યુનિટના દરે કરશે. રોકાણકારોને કંપનીના હાલના […]

હિન્દુસ્તાન ઓઈલ લિમીટેડ 25 % પ્રીમિયમ સાથે શેર બાયબેક કરશે

Follow us on

જાહેર ક્ષેત્રની ઓઇલ રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCLના શેર બાયબેકને બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. BSE ફાઇલિંગ મુજબ આ બાયબેક હેઠળ 10 કરોડ  શેર પાછા ખેંચવામાં આવશે.આ શેર કંપનીની કુલ પેઇડ-અપ ઇક્વિટી મૂડીનો 6.56% હિસ્સો છે.

BSE ફાઇલિંગ મુજબ HPCL  બાયબેક 250 રૂપિયા પ્રતિ યુનિટના દરે કરશે. રોકાણકારોને કંપનીના હાલના શેરની કિંમત સામે બાયબેકમાં 24% પ્રીમિયમ મળશે. HPCLના શેર ગુરુવારે 9.8% વધીને રૂ. 205.20 પર પહોંચ્યા હતા. રેગ્યુલેટરી ફાઇલિંગમાં HPCL એ જણાવ્યું હતું કે બાયબેકમાં 2500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 25% પ્રીમિયમ સાથે બાયબેક્સના સમાચાર પછી HPCLના શેરમાં તેજી આવી છે.

HPCL ના રિટેલ શેર ધારકોને આ બાયબેક દ્વારા રીવોર્ડ મળી શકે છે.  બાયબેકની રેકોર્ડ તારીખ સહિતની અન્ય માહિતી બે દિવસમાં નક્કી થઈ જશે. ઉપરાંત બોર્ડે બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની પુષ્ટિ કરી છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 2975.83 કરોડ રૂપિયા હતો. વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં 290% વૃદ્ધિ થઈ છે. બીજી તરફ બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 6.59% ઘટીને 62,439.86 કરોડ રૂપિયા નોંધાઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article