કાર લોન ટ્રાન્સફર કરતી વખતે પાંચ બાબતોનું રાખો ધ્યાન

|

Dec 30, 2020 | 6:19 PM

કોરોના રોગચાળા પછી, સોશિયલ ડિસ્ટન્સિંગથી કારની માંગમાં વધારો થયો છે. આને લીધે, નવીની સાથે સેકન્ડ હેન્ડ કારની માંગ પણ ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં, જો તમે લોન પર કાર વેચવા અથવા ખરીદવા માંગતા હો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તમને જણાવી રહ્યાં છે કે તમે લોન પર કાર કેવી રીતે […]

કાર લોન ટ્રાન્સફર કરતી વખતે પાંચ બાબતોનું રાખો ધ્યાન

Follow us on

કોરોના રોગચાળા પછી, સોશિયલ ડિસ્ટન્સિંગથી કારની માંગમાં વધારો થયો છે. આને લીધે, નવીની સાથે સેકન્ડ હેન્ડ કારની માંગ પણ ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં, જો તમે લોન પર કાર વેચવા અથવા ખરીદવા માંગતા હો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તમને જણાવી રહ્યાં છે કે તમે લોન પર કાર કેવી રીતે ખરીદી અથવા વેચી શકો છો.

લોન એગ્રીમેન્ટ
કાર લોન બીજા કોઈને ટ્રાન્સફર કરતા પહેલા લોન કરાર તપાસો. લોન કરારમાં સ્પષ્ટ લખ્યું છે કે લોન બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરવું શક્ય છે કે નહી. જો તમને લોન પેપર્સમાં આ માહિતી દેખાતી નથી, તો પછી તમે સીધા તમારી બેંકમાં આ વિશે પૂછપરછ કરી શકો છો. આ સાથે, તમે ટ્રાન્સફર કરવા માટે લેતા શુલ્કને લઈને પણ જાણી શકો છો. જો તમારી બેંક કહે છે કે કાર લોન ટ્રાન્સફર કરવું શક્ય નથી, તો પછી તમે જે વ્યક્તિને કાર વેચતા હો તે વ્યક્તિને તમે લોન ટ્રાન્સફર કરી શકતા નથી.

બંને પક્ષો લોન ટ્રાન્સફર પર સહમત છે
કાર લોન ટ્રાન્સફર કરવાનો નિર્ણય એકલો તમારો હોઈ શકે નહીં. આ માટે, વેચનાર અને ખરીદનાર વચ્ચે પરસ્પર સંમતિ હોવી જરૂરી છે. આવી સ્થિતિમાં, કાર વેચતા પહેલા, ખરીદનાર સાથે લોન ટ્રાન્સફરની શરતો અને કંડીશન વિશે સંમતી લઈ લો.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

ગ્રાહકનો ક્રેડિટ ઇતિહાસ
જો તમે કાર વેચવાની સાથે કાર લોન ટ્રાન્સફર કરવા માંગતા હો, તો કાર ખરીદનાર વ્યક્તિનો ક્રેડિટ ઇતિહાસ સારો હોવો મહત્વપૂર્ણ છે. જો ખરીદનારનો ક્રેડિટ સ્કોર નબળો છે, તો બેંક તેને લોન ટ્રાન્સફર કરશે નહીં

કારનું રજીસ્ટ્રેશન ટ્રાન્સફર કરવું
કાર લોન ટ્રાન્સફરની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે, મહત્વનું છે કે સૌથી પહેલા તેનું રજીસ્ટ્રેશન ખરીદવા વાળા વ્યકિતના નામ પર કરાવાનું. આ માટે તમારે આરટીઓ ઓફિસ જવું પડશે જ્યાંથી તમારી કાર રજિસ્ટર છે. ત્યાં તમારે તમારું આરસી અને એનઓસી સબમિટ કરવું પડશે. તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા પછી, આરટીઓ અધિકારી તેની તપાસ કરશે અને પછી નવા વ્યક્તિના નામે નોંધણી કરશે.

વીમા પોલિસી ટ્રાન્સફર કરવાનું
કારની રજીસ્ટ્રેશન ટ્રાન્સફર કર્યા પછી, તમે નવા વ્યક્તિના નામે વીમા પોલિસી પણ ટ્રાન્સફર કરી શકો છો. તેમ છતાં, તે મહત્વનું છે કે તમે તમારી વીમા કંપની પાસેથી જાણકારી મેળવી લ્યો કે પોલિસીને બીજાના નામ પર ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શું છે. આ કામ કાર લોન ટ્રાન્સફર સમયે પણ તમે આ કામ શરૂ કરી શકો છો. કાર વીમા બીજા કોઈને ટ્રાન્સફર કરવા માટે, વીમા કંપની કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો માંગી શકે છે. આ પછી પોલિસી ટ્રાન્સફર કરવામાં આવશે.

આ રીતે પ્રક્રિયા પુરી કરો
સૌ પ્રથમ, કાર લોન ટ્રાન્સફર કરવા માટે બેંક સાથે વાત કરો
દસ્તાવેજો ટ્રાન્સફર કરવા આરટીઓ અને વીમા કંપની સાથે વાત કરો, અને કારની માલિકીના દસ્તાવેજો ટ્રાન્સફર કરો
વીમા પોલિસી ટ્રાન્સફર કરો

જરુરી દસ્તાવેજ

લોન ટ્રાન્સફર ફોર્મ

આઈડી પ્રૂફ

એડ્રેસનો પુરાવો

Next Article