Heranba Industries IPO: ગુજરાતની કંપની લાવી રહી છે રોકાણની તક, જાણો IPO અંગેની 10 મહત્વની બાબતો

|

Feb 22, 2021 | 10:38 PM

Heranba Industries IPO: આ ઈસ્યુ 23 ફેબ્રુઆરીથી શરુ થઈ 25 ફેબ્રુઆરીએ બંધ થશે. તેનું પ્રાઈસ બેન્ડ 626-627 રૂપિયા છે. આ વર્ષનો આઠમો આઈપીઓ છે.

Heranba Industries IPO: ગુજરાતની કંપની લાવી રહી છે રોકાણની તક, જાણો IPO અંગેની 10 મહત્વની બાબતો

Follow us on

Heranba Industries IPO: આ ઈસ્યુ 23 ફેબ્રુઆરીથી શરુ થઈ 25 ફેબ્રુઆરીએ બંધ થશે. તેનું પ્રાઈસ બેન્ડ 626-627 રૂપિયા છે. આ વર્ષનો આઠમો આઈપીઓ છે. ભારતીય રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશનનો આઈપીઓ આ વર્ષે પ્રથમ આવ્યો હતો, ત્યારબાદ ઈન્ડિગો પેઇન્ટ્સ, હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપની, સ્ટોવ ક્રાફ્ટ, બ્રુકફિલ્ડ ઈન્ડિયા આરઆઈટી, નુરેકા અને રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આવ્યા હતા. એમ કે ગ્લોબલ ફાઈનાન્શિયલ સર્વિસીસ અને બાટલીવાલા એન્ડ કરણી સિક્યોરિટીઝ ઈન્ડિયા આ ઈસ્યુના મુખ્ય સંચાલક છે.

 

જાણો આ ઈસ્યુને લગતી 10 મહત્વની બાબતો:

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

1- Heranba Industriesનો IPO 23 ફેબ્રુઆરીએ ખુલશે અને 25 ફેબ્રુઆરીએ બંધ થશે.

2- IPOમાં કંપની 60 કરોડ રૂપિયાના ફ્રેશ ઈસ્યુ જારી કરશે. પ્રમોટર્સ ઓફર ફોર સેલ (OFS)માં 90.15 લાખ શેર વેચશે. કંપની આ ઈસ્યુથી મેળવેલા નાણાંનો ઉપયોગ તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે.

3- આ ઈસ્યુમાં સદાશિવ કે શેટ્ટી 58,50,000 શેરો વેચશે અને રઘુરામન કે શેટ્ટી 22,72,038 શેર વેચશે. Sams Industries 8,12,962 શેર, બાબુ કે શેટ્ટી 40,000 શેર્સ અને વિટ્ટલા કે ભંડારી 40,000 શેર વેચશે.

4- Heranba Industriesના એક લોટમાં 23 શેરો છે. કંપનીના શેરનો પ્રાઈસ બેન્ડ 626-627 રૂપિયા છે. IPOદ્વારા કંપનીએ 624.34-625.24 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

5- કંપનીએ ગુજરાત સ્થિત એક કંપની છે, જે પાકના રક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવતી જંતુનાશકો, ફૂગનાશકો અને Herbicidesનું ઉત્પાદન કરે છે.

6- નાણાકીય વર્ષ 2020માં કંપનીએ લેટિન અમેરિકા, સીઈએસ, મિડલ ઈસ્ટ, આફ્રિકા, એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના 60થી વધુ દેશોમાં નિકાસ કરી છે.

7- દેશમાં 16 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 9,400 ડીલરો સાથે હેરાનબા પાસે ભારતમાં એક મોટું વિતરણ નેટવર્ક છે. કંપનીના દેશભરમાં 21 સ્ટોરેજ સેન્ટર્સ પણ છે.

8- કંપનીના પ્રમોટરોમાં સદાશિવ શેટ્ટી, રઘુરામ શેટ્ટી, બાબુ શેટ્ટી અને વિઠ્ઠલ ભંડારીનો સમાવેશ થાય છે. 10 ફેબ્રુઆરી સુધીમાં કંપનીમાં તેમનો કુલ હિસ્સો 98.85 ટકા હતો.

9- રઘુરામની શેટ્ટી કંપનીના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમને એગ્રોકેમિકલ ઉદ્યોગમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે.

10- CA મહેશ્વર વી ગોડબોલે કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી છે.

 

આ પણ વાંચો: Petrol Diesel Price: દેશમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, RBI ગવર્નરે આપ્યા સંકેત

Next Article