Petrol Diesel Price: દેશમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, RBI ગવર્નરે આપ્યા સંકેત

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોએ બુમરાણ મચાવી છે. રાજસ્થાનના શ્રીગંગાનગર સહીત અન્ય શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પર થઈ ગયો છે તો ડીઝલના ભાવો પણ સમાંતર વધી રહ્યા છે.

Petrol Diesel Price: દેશમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, RBI ગવર્નરે આપ્યા સંકેત
RBI Governor Shaktikanta Das (File Image)
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 22, 2021 | 7:40 PM

PETROL-DIESEL PRICE: દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોએ બુમરાણ મચાવી છે. રાજસ્થાનના શ્રીગંગાનગર સહીત અન્ય શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પર થઈ ગયો છે તો ડીઝલના ભાવો પણ સમાંતર વધી રહ્યા છે. દેશમાં સતત 13 દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવો વહી રહ્યા છે પણ આ બધા વચ્ચે જનતાને રાહત મળે એવા સમાચાર સામે આવ્યા છે.

RBI ગવર્નરે આપ્યા ટેક્સમાં ઘટાડાના સંકેત

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકંતા દાસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવા માટે ઈન-ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડો કરવાનું સૂચન કર્યું છે. RBIની મોનિટરીંગ પોલીસી કમિટી મિનીટ્સ (MPC minutes) કાર્યક્રમમાં શક્તિકાંત દાસે કહ્યું કે ડિસેમ્બરમાં ખાદ્ય અને બળતણ સિવાય કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ 5.5 ટકા હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવો વધી રહ્યા છે. આ ભાવવધારાની અસરથી મોંઘવારી પણ વધી રહી છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધ્યો છે, જેની અસર દરેક ક્ષેત્રને થઈ રહી છે.

જલ્દી જ મળી શકે છે સારા સમાચાર

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ઈન-ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડો કરવાનું સૂચન કર્યું છે. જો સરકાર ટેક્સમાં ઘટાડો કરશે તો પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો અને મોંઘવારીનો માર સહન કરી રહેલી દેશની જનતાને જલદી જ સારા સામચાર મળી શકે છે. હાલમાં પેટ્રોલના છૂટક ભાવમાં 60 ટકા ટેક્સ લાગે છે, જ્યારે ડીઝલ પર 54 ટકા ટેક્સ લાગે છે. પેટ્રોલના ભાવનો મોટોભાગ કેન્દ્ર દ્વારા વસૂલવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય દ્વારા વસૂલવામાં આવતો VAT છે.

આ પણ વાંચો: SURAT : પૂણાની ખાડીમાં મોટાપ્રમાણમાં ફીણના ગોટેગોટા, સ્થાનિકોમાં ફેલાયો રોષ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">