ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ મોર્ગન સ્ટેનલી કેપિટલ એટલે કે MSCI એ HDFC BANK સાથે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) ના મર્જર(HDFC Bank-HDFC merger)વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. આગામી 13 જુલાઈથી HDFC BANK આ ઇન્ડેક્સમાં HDFCનું સ્થાન લેશે. તમને જણાવી દઈએ કે 1 જુલાઈના રોજ HDFC અને HDFC બેંકે તેમનું $40 બિલિયનનું મેગા મર્જર પૂર્ણ કર્યું હતું. ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં આ સૌથી મોટું મર્જર હોવાનું કહેવાય છે. આ હેઠળ શેરધારકો માટે HDFC બેંકના શેર સાથે HDFC શેરની અદલાબદલી કરવા માટે ‘રેકોર્ડ ડેટ’ (Record Date)પણ 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે.એટલેકે શેરની અદલાબદલી 13 જુલાઈના રેકર્ડના આધારે કરવામાં આવશે છે.
શેર સ્વેપ હેઠળ HDFC લિમિટેડના તમામ શેરધારકો HDFC લિમિટેડના દરેક 25 શેર માટે HDFC બેંકના 42 શેર ધરાવે છે. જણાવી દઈએ કે હવે HDFC બેંક દેશની સૌથી મોટી ખાનગી બેંક છે તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પછી ભારતની બીજી સૌથી મોટી બેંક છે. તે જ સમયે, તે વિશ્વની મોટી બેંકોમાંની એક બની ગઈ છે.
માર્કેટ કેપની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી કંપની
આ મર્જર સાથે HDFC બેન્કનું સંયુક્ત માર્કેટ કેપ રૂપિયા 14 લાખ કરોડ કરતા ઘણું વધારે ગણાશે જે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અથવા TCSના રૂ. 12 લાખ કરોડ કરતાં વધારે છે. આ રીતે, HDFC બેંક માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પછી બીજી સૌથી મૂલ્યવાન ભારતીય કંપની બની જશે.
HDFC બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ શશિધર જગદીશનના જણાવ્યા અનુસાર બેંકનું લક્ષ્ય દર ચાર વર્ષે બમણું વૃદ્ધિ કરવાનો છે. 1 જુલાઈના રોજ બેંકમાં જોડાનારા 4,000 થી વધુ HDFC કર્મચારીઓને લખેલા પત્રમાં જગદીશને જણાવ્યું હતું કે ભવિષ્ય ઉજ્જવળ છે, અને મર્જરની સંભવિતતાને સમજવા માટે હવે કામ શરૂ થાય છે.
30 જૂને બંને કંપનીઓના બોર્ડે તેમની સંબંધિત બેઠકોમાં નોંધ્યું હતું કે મર્જર 1 જુલાઈ 2023થી અમલમાં આવશે.મર્જર પછી HDFC બેંક પાસે કોઈ જાણીતો પ્રમોટર નથી. આ ઉપરાંત મર્જર HDFC બેંકના નાણાકીય સેવાઓના સમૂહમાં રૂપાંતરણને પણ ચિહ્નિત કરે છે જે તેની પેટાકંપનીઓ દ્વારા બેંકિંગથી વીમા અને મ્યુચ્યુઅલ ફંડ્સ સુધીની નાણાકીય સેવાઓનો સંપૂર્ણ સ્યુટ ઓફર કરે છે.