AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Bank તેના Auto Loan ગ્રાહકોને કમિશન પરત કરશે , GPS ડિવાઇસ ખરીદવા ગ્રાહકોને કર્યું હતું દબાણ , જાણો શું છે મામલો

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે(HDFC Bank)એ ગુરુવારે તેના ઓટો લોન( AUTO LOAN)ગ્રાહકો પાસેથી છ વર્ષ માટે વસૂલાયેલા વિવાદિત "GPS device commission" ને પરત આપવાની જાહેરાત કરી છે.

HDFC Bank તેના Auto Loan ગ્રાહકોને કમિશન પરત કરશે , GPS ડિવાઇસ ખરીદવા ગ્રાહકોને  કર્યું હતું દબાણ , જાણો શું છે મામલો
HDFC BANK
| Updated on: Jun 19, 2021 | 8:57 AM
Share

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે(HDFC Bank)એ ગુરુવારે તેના ઓટો લોન( AUTO LOAN)ગ્રાહકો પાસેથી છ વર્ષ માટે વસૂલાયેલા વિવાદિત “GPS device commission” ને પરત આપવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે બેંકના તત્કાલીન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આદિત્ય પુરીએ આક્ષેપો સામે આવ્યા બાદ ઓટો લોન વિતરણમાં ગેરરીતિઓ સ્વીકારી હતી. આ વર્ષની શરૂઆતમાં રિઝર્વ બેંકે પણ લોન વિતરણમાં ક્ષતિઓ માટે બેંક પર રૂ 10 કરોડનો દંડ ફટકાર્યો હતો.

એચડીએફસી બેંકે જાહેર નોટિસમાં કમિશનને પરત આપવાની જાહેરાત કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એચડીએફસી બેંક નાણાકીય વર્ષ 2013-14થી નાણાકીય વર્ષ 2019-20 વચ્ચે ઓટો લોન ફાઇનાન્સિંગ હેઠળ જીપીએસ સાધનો લેનાર ઓટો લોન ગ્રાહકોને જીપીએસ સાધનોના કમિશનને પરત આપશે. રિફંડની રકમ બેંકમાં નોંધાયેલા ગ્રાહકોના બેંક ખાતામાં જમા થશે. બેન્કે ગ્રાહકોને આગામી 30 દિવસમાં તેમની સાથે સંપર્ક સાધવા પણ જણાવ્યું છે.

બેંક પર લોન સાથે રૂ 18,000 થી વધુના ખર્ચે ઓટો લોન લેણદારોને જીપીએસ ઉપકરણો ખરીદવા માટે મજબૂર કરવાનો આરોપ હતો. આનાથી ગોપનીયતા અંગેના પ્રશ્નો ઉભા થયા હતા . આનાથી અન્ય કોઈ ને વાહન વેચવા પર પ્રતિબંધ મૂકતા હાલના નિયમોનું ઉલ્લંઘન કરવા ઉપરાંત આવા ઉપકરણમાંથી વાહનનું લોકેશન જાણી શકાતું હતું.

અટકેલી સેવાઓ શરૂ કરવા આરબીઆઈ સાથે વાતચીત ચાલી રહી છે એચડીએફસી બેંકે કહ્યું કે પ્રતિબંધિત સેવાઓ શરૂ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના સતત સંપર્કમાં છે પરંતુ તે માટે સમયસીમાં આપવી મુશ્કેલ રહેશે. આરબીઆઈએ એચડીએફસી બેંકને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી બેંકના ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ સિસ્ટમની ખામીઓ સુધરાઈ ન થાય ત્યાં સુધી નવા ક્રેડિટ કાર્ડ આપવાનું બંધ કરવું. એચડીએફસી બેંકે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે નેટવર્કને લગતી સમસ્યાઓના નિવારણ માટે ‘ડિજિટલ ફેક્ટરી’ અને ‘એન્ટરપ્રાઇઝ ફેક્ટરી’ અભિયાનના રૂપમાં નવી તકનીક બનાવશે.

જોકે, બેંકે એમ પણ કહ્યું છે કે તે જૂની બેંકિંગ સિસ્ટમ સાથે ચાલુ રહેશે અને ગરબડીની સ્થિતિમાં સેવાને પુનર્સ્થાપિત કરવા માટે લેવામાં આવતા સમયને ઘટાડવાનું કામ કરી રહી છે. ડિસેમ્બર 2020 માં એક મોટું પગલું ઉપાડતા આરબીઆઈએ એચડીએફસી બેંકને ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ સિસ્ટમમાં ખામી હોવાને કારણે નવી ડિજિટલ બેંકિંગ પહેલ અને ક્રેડિટ કાર્ડ જારી કરવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. આ કાર્યવાહી પછી પણ આ ભૂલો ચાલુ રહી હતી અને તાજેતરમાં મંગળવારે બેંકની મોબાઇલ એપ્લિકેશન 90 મિનિટ સુધી કામ કરવાનું બંધ કરી દીધું હતું.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">