HDFC બેંકના ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા, નેટબેકિંગ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓમાં સમસ્યા આવી રહી છે

|

Mar 30, 2021 | 5:01 PM

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC Bankના ગ્રાહકોને નેટબેંકિંગ અને મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. બેંકના ગ્રાહકો ફરી એકવાર ડિજિટલ આઉટેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

HDFC બેંકના ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા, નેટબેકિંગ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓમાં સમસ્યા આવી રહી છે
HDFC BANK

Follow us on

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC Bankના ગ્રાહકોને નેટબેંકિંગ અને મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. બેંકના ગ્રાહકો ફરી એકવાર ડિજિટલ આઉટેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તકનીકી સમસ્યાને કારણે બેંકના ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

એચડીએફસી બેંકના ગ્રાહકો સોશિયલ મીડિયા પર આ સમસ્યા અંગે ફરિયાદ કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે એચડીએફસી બેંકની ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓનો લાભ લેવામાં તેમને મુશ્કેલી પડી રહી છે. બેંકનું કહેવું છે કે બેંક આ સમસ્યાને વહેલી તકે હલ કરવા માટે કામ કરી રહી છે. આશા છે કે, આ સમસ્યા જલ્દીથી હલ થઈ જશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બેંકે ટ્વિટ કરી માહિતી
ગ્રાહકોની ફરિયાદ પછી, એચડીએફસીએ ટ્વીટ કરીને આ સમસ્યા વિશે માહિતી આપી હતી. બેંકે ટિ્‌વટ કર્યું છે કે કેટલાક ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરવામાં સમસ્યા આવી હતી પરંતુ બેંક તેના પર કામ કરી રહી છે અને આ સમસ્યા જલ્દીથી હલ થઈ જશે. બેંકે આ અસુવિધા બદલ માફી માંગી છે અને કહ્યું છે કે ગ્રાહક ફરીથી લોગીન કરો અને ફરી પ્રયાસ કરો.

ડિસેમ્બરમાં પણ સમસ્યા આવી હતી
અગાઉ એચડીએફસી બેંકના ગ્રાહકોને ડિસેમ્બરમાં પણ આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડિસેમ્બરમાં તકનીકી સમસ્યા આવી હતી ત્યારે પણ ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને પેમેન્ટ સેવાઓમાં વિક્ષેપની સમસ્યા થઇ હતી. આ પછી આરબીઆઈએ એક મોટો નિર્ણય લીધો જેમાં એચડીએફસી બેંકના તમામ નવા લોંચ અને ક્રેડિટ કાર્ડ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Next Article