જો તમે હોમ લોન લેવા જઈ રહ્યા હોવ તો તમારા માટે જાણવી જરૂરી છે આ વાતો

|

Aug 30, 2021 | 11:57 PM

પોતાનુ ઘર હોવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. જલ્દીથી અને સરળતાથી હોમલોન મળી રહે એ માટે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

જો તમે હોમ લોન લેવા જઈ રહ્યા હોવ તો તમારા માટે જાણવી જરૂરી છે આ વાતો
હોમલોન લેવા માટે આ બાબતની તૈયારી કરો

Follow us on

ઘર ખરીદવું એ જીવનનો મહત્વનો આર્થિક નિર્ણય છે. આમાં, લોકોની ઘણી થાપણો અને મૂડી રોકાણ કરવામાં આવે છે. આજના સમયમાં બેંકોની હોમ લોન યોજનાઓ ઘરનું સપનું પૂરું કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. હોમ લોન દ્વારા તમે સરળતાથી તમારું ઘર ખરીદી શકો છો. જો કે, જ્યારે પણ તમે હોમ લોન માટે આયોજન કરી રહ્યા હોવ, ત્યારે તે પહેલા તમારે  થોડું રીસર્ચ કરવું જોઈએ.

કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ એકત્રિત કરવી જોઈએ. જેથી તમે સરળતાથી લોન મેળવી શકો અને અન્ય મુશ્કેલીઓથી બચી શકો. આવી સ્થિતિમાં, હોમ લોન માટે અરજી કરતા પહેલા તમારે શું કરવું જોઈએ જેથી તમારી અરજી પ્રક્રિયા સરળ બને અને ચુકવણી પણ સરળ બને. તે જાણવું જોઈએ.

હોમ લોન માટે અરજી કરતા પહેલા, તમે ઘરે બેઠા ઇન્ટરનેટથી કેટલુંક મહત્વપૂર્ણ રીસર્ચ કરી શકો છો. આ રીસર્ચમાં, તમારે લોનની રકમ, ડાઉન પેમેન્ટ, ઈએમઆઈ અને ચુકવણીની મુદત જેવા મહત્વના પરિબળોનું રીસર્ચ કરવું  જોઈએ. વ્યાજ દરો ક્યાં ઓછા છે, હોમલોન માટે કેટલી રકમ મળી શકે છે અને પુન: ચુકવણી અથવા પૂર્વ ચુકવણી સંબંધિત નિયમો અને શરતો શું છે તે સારી રીતે જાણવું જોઈએ. તમે હોમ લોન માટે ત્યાં અરજી કરી શકો છો જ્યાં તમને બેસ્ટ ડીલ મળે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બેંકો ગ્રાહકોને તેના ક્રેડિટ સ્કોરના આધારે હોમ લોનના દર ઓફર કરે છે. વધુ સારા ક્રેડિટ સ્કોરનો અર્થ છે કે તમને સસ્તી લોન મળશે. જો તમારો CIBIL સ્કોર 750 થી વધુ હોય તો બેંકો તમને હોમ લોનની બેસ્ટ ડીલ ઓફર કરી શકે છે. આ સિવાય, તમારી લોન પણ જલ્દી મંજૂર થાય છે.

EMI સિવાય બેંક વિવિધ વહીવટી ચાર્જ વસૂલે છે. હોમ લોન માટે અરજી કરતી વખતે, બેંક ગ્રાહક પાસેથી પ્રોસેસિંગ ફી, સર્વિસ ચાર્જ સહિત સંખ્યાબંધ ફી લે છે. લોન માટે અરજી કરતા પહેલા આની ચર્ચા કરો. આ સિવાય એક મહત્વની બાબત એ છે કે હોમ લોન સાથે જોડાયેલા દસ્તાવેજો ઘણીવાર ગ્રાહક વાંચતા નથી. આમાં આવી ઘણી છુપાયેલી શરતો છે, જેના વિશે લોન એક્ઝિક્યુટિવ્સ તમને કહેતા નથી. તેથી, હોમ લોન માટે અરજી કરતા પહેલા તમામ દસ્તાવેજો અને વિગતો વાંચવી જોઈએ.

જ્યારે પણ તમે ઘર ખરીદવા જશો, ત્યારે તમને હજારો વિકલ્પો મળશે. આમાં તમારે હંમેશા અફોર્ડેબીલીટી પર ધ્યાન આપવું જોઈએ. એટલે કે ઘર ખરીદવાનો અને તમારા બજેટની બહાર લોન લેવાનો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જો તમે બજેટથી બહાર જઈને લોન લીધી છે, તો તમને નિશ્ચિત માસિક EMI ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ તમારા જીવન ધોરણ અને તમારા માસિક ખર્ચ પર પણ અસર કરી શકે છે. આ સાથે, હંમેશા લોકેશનને પણ ધ્યાનમાં રાખો.

જ્યારે પણ તમે બેંકમાંથી હોમ લોન લો છો, ત્યારે તે તમને તમારી જરૂરિયાત મુજબ અલગ અલગ EMI વિકલ્પો આપે છે. તમારી EMI કેટલી હશે, તે તમે કેટલું ડાઉન પેમેન્ટ કર્યું છે તેના પર નિર્ભર કરે છે. ડાઉન પેમેન્ટ જેટલું વધારે, EMI નો બોજ ઓછો. એક સુવર્ણ સૂત્ર એ છે કે તમારો EMI તમારી કુલ આવકના 45% થી વધુ ન હોવી જોઈએ. એ જ રીતે, લોન લેતા પહેલા, તપાસો કે તમે કેટલા સમયમાં ચૂકવશો. જો પુન: ચુકવણીની મુદત વધારે હોય, તો EMI ઓછો હશે, પરંતુ વ્યાજ વધુ ચૂકવવું પડશે. એ જ રીતે, પુન: ચુકવણીની  મુદ્દત ઓછી અને EMI વધારે, હશે તો તેમાં તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે.

 

આ પણ વાંચો : Breaking News: દેશમાં 2 નવી બેન્કો આવી રહી છે, RBI ને અરજીઓ મળી, અપડેટ્સ જાણો

Published On - 9:45 pm, Mon, 30 August 21

Next Article