Azim Premji Birthday: અધવચ્ચે છોડી દીધો હતો અભ્યાસ, પછી 30 વર્ષ બાદ પૂર્ણ કર્યો; જાણો અઝીમ પ્રેમજી વિશે આવી જ ન સાંભળેલી વાતો

Happy Birthday Azim Premji: અઝીમ પ્રેમજીનો આજે જન્મદિવસ છે. પ્રેમજીનો જન્મ 24 જુલાઈ 1945ના રોજ મુંબઈમાં (Mumbai) થયો હતો. તેમનું નામ દેશના સૌથી અમીર લોકોમાં આવે છે.

Azim Premji Birthday: અધવચ્ચે છોડી દીધો હતો અભ્યાસ, પછી 30 વર્ષ બાદ પૂર્ણ કર્યો; જાણો અઝીમ પ્રેમજી વિશે આવી જ ન સાંભળેલી વાતો
Azim Premji (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 9:57 AM

અઝીમ પ્રેમજીનો આજે જન્મદિવસ (Happy Birthday Azim Premji) છે. પ્રેમજીનો જન્મ 24 જુલાઈ 1945ના રોજ મુંબઈમાં (Mumbai) થયો હતો. તેમનું નામ દેશના સૌથી અમીર લોકોમાં આવે છે. તેઓ તેમની સંપત્તિ અને વ્યવસાય કુશળતા કરતાં વધુ પરોપકારી માટે જાણીતા છે. જુલાઈ 2022 સુધીમાં, પ્રેમજીની કુલ સંપત્તિ 8.6 બિલિયન ડોલર છે. તેઓ વિપ્રો લિમિટેડના માલિક છે. વિપ્રો (Wipro) એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) સેક્ટરની કંપની છે, જે ભારતમાં IT સેવાઓની ચોથી સૌથી મોટી આઉટસોર્સર છે. ફેબ્રુઆરી 2002માં, વિપ્રો ISO 14001 પ્રમાણપત્ર મેળવનારી ભારતમાં સૌપ્રથમ સોફ્ટવેર ટેકનોલોજી અને સર્વિસ કંપની બની. 2004 માં, કંપનીએ એક અબજ ડોલરથી વધુનું મૂડીકરણ હાંસલ કર્યું હતું.

TIME મેગેઝિન દ્વારા (2011, 2004) અઝીમ પ્રેમજીને બે વખત વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમને ભારતીય આઈટી ઉદ્યોગના સમ્રાટ કહેવામાં આવે છે.

તેમના ફાઉન્ડેશનનું નામ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન છે. આ દ્વારા તેમણે મોટું દાન કર્યું છે. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, તેમનું નામ વિશ્વના ટોચના પાંચ દાનવીરોમાં સામેલ છે. અઝીમ પ્રેમજી વિશે એવી ઘણી બાબતો છે, જેના વિશે ઘણા લોકો જાણતા નથી. આવો જાણીએ અઝીમ પ્રેમજી વિશે આવી જ કેટલીક વાતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

30 વર્ષ પછી અભ્યાસ પૂર્ણ કર્યો

21 વર્ષની ઉંમરે, અઝીમ પ્રેમજી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ કરી રહ્યા હતા. પિતાના આકસ્મિક અવસાન બાદ તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. અને વિપ્રોનું સંચાલન શરૂ કર્યું. પછી, 30 થી વધુ વર્ષ પછી, તેમણે તેમની ડિગ્રી પૂર્ણ કરી.

પાકિસ્તાન તરફથી આમંત્રણ

અઝીમ પ્રેમજીના પિતા મોહમ્મદ હાશિમ પ્રેમજીને પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા તરફથી પાકિસ્તાનની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું હતું. તેમના પિતાએ આ આમંત્રણને નકારી દીધું અને તેઓ આખી જિંદગી ભારતમાં જ રહ્યા.

પ્રેમજીને ચેરિટી ખૂબ જ પસંદ છે

અઝીમ પ્રેમજીએ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનમાં તેમનો 8.6 ટકા હિસ્સો ટ્રાન્સફર કર્યો. હિસ્સાની કિંમત 8,646 કરોડ રૂપિયા હતી. ભારતમાં કોઈ વ્યક્તિ દ્વારા ચેરિટી માટે આપવામાં આવેલી આ સૌથી મોટી રકમ હતી.

પદ્મ વિભૂષણથી સન્માનિત

વર્ષ 2011 માં, અઝીમ પ્રેમજીને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત આવ્યા હતા.

અઝીમ પ્રેમજીની પ્રેરણા

અઝીમ પ્રેમજી જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (જેઆરડી ટાટા) પાસેથી પ્રેરણા લે છે.

g clip-path="url(#clip0_868_265)">