GST Compensation: કેન્દ્ર દ્વારા રાજ્યો માટે રૂ 75000 કરોડ જાહેર કરાયા, જાણો ક્યારે મળશે હવે પછીનો હપતો

|

Jul 16, 2021 | 7:39 AM

નાણાં મંત્રાલયે જીએસટી વળતર સામે લોન સુવિધા તરીકે વિધાનસભાઓ સાથેના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ75000 કરોડ જારી કર્યા છે. વાસ્તવિક સેસ કલેક્શનમાંથી દર બે મહિને બહાર પાડવામાં આવતા સામાન્ય જીએસટી વળતર ઉપરાંત હોય છે.

GST Compensation: કેન્દ્ર દ્વારા રાજ્યો માટે રૂ 75000 કરોડ જાહેર કરાયા, જાણો ક્યારે મળશે હવે પછીનો હપતો
GST

Follow us on

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની આવકના Compensation માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને વળતર આપવા માટે સરકારે 75,000 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. જીએસટી કાઉન્સિલે 28 મી મેએ મળેલી બેઠકમાં નિર્ણય લીધો હતો કે કેન્દ્ર સરકાર 1.59 લાખ કરોડ રૂપિયાની લોન લેશે અને ઓછા વળતરને કારણે ઉભી થતી સંસાધનની અછતને પૂરી કરશે. ભંડોળમાં અપૂરતી રકમ હોવાને કારણે વળતર હેઠળ ઓછી રકમ આપવામાં આવી રહી હતી.

નાણાં મંત્રાલયે જીએસટી વળતર સામે લોન સુવિધા તરીકે વિધાનસભાઓ સાથેના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ75000 કરોડ જારી કર્યા છે. વાસ્તવિક સેસ કલેક્શનમાંથી દર બે મહિને બહાર પાડવામાં આવતા સામાન્ય જીએસટી વળતર ઉપરાંત હોય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

કુલ અંદાજના આશરે 50 ટકા જારી કરાયા
મંત્રાલય અનુસાર, બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કોવિડ -19 રોગચાળાના અસરકારક સંચાલન અને મૂડી ખર્ચ અંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયત્નોને ટેકો આપવા માટે નાણાં મંત્રાલયે આજે નાણાકીય વર્ષ 2021-22 માટે 75,000 કરોડ રૂપિયા (કુલ અંદાજિત વળતરના આશરે 50 ટકા) રજૂ કર્યા છે. બાકી રકમ 2021-22ના બીજા ભાગમાં નિશ્ચિત હપ્તામાં બહાર પાડવામાં આવશે.

વર્તમાન નાણાકીય વર્ષમાં ભારત સરકાર દ્વારા રૂ. 75000 કરોડ 5 વર્ષની સિક્યોરિટીઝમાંથી કુલ 68500 કરોડ અને 2 વર્ષની સિક્યોરિટીઝમાંથી રૂ 6500 કરોડ આપવામાં આવ્યા છે જે 5.60 ટકા અને 4.25 ટકા weighted average income ધરાવે છે.

એવી ધારણા છે કે આ રકમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરોગ્ય બાબતોના માળખાને સુધારવામાં અને અન્ય બાબતોની સાથે માળખાગત પ્રોજેક્ટ્સને આગળ ધપાવવામાં તેમના જાહેર ખર્ચની યોજના બનાવવામાં મદદ કરશે.

Published On - 7:38 am, Fri, 16 July 21

Next Article