કેન્દ્ર સરકારે આપી મોટી રાહત! Remdesivir API અને Injectionના આયાત પર કોઈ શુલ્ક લાગશે નહીં, કોરોનાની દવાઓ સસ્તી થશે

|

Apr 21, 2021 | 10:05 AM

કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમિતઓની સારવાર માટે ઓક્સિજન સિલિન્ડર(Oxygen Cylinder), રીમડેસિવીર(Remdesivir), હોસ્પિટલ બેડ્સ(Hospital Beds) જેવી ઘણી ચીજોનો અભાવ છે.

કેન્દ્ર સરકારે આપી મોટી રાહત! Remdesivir API અને Injectionના આયાત પર કોઈ શુલ્ક લાગશે નહીં, કોરોનાની દવાઓ સસ્તી થશે
કેન્દ્ર સરકારની આ ઘોષણા સાથે આગામી દિવસોમાં, આ દવા દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

Follow us on

કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમિતઓની સારવાર માટે ઓક્સિજન સિલિન્ડર(Oxygen Cylinder), રીમડેસિવીર(Remdesivir), હોસ્પિટલ બેડ્સ(Hospital Beds) જેવી ઘણી ચીજોનો અભાવ છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે(Piyush Goyal) જાહેરાત કરી છે કે કોવીડ -19 ની સારવારમાં અસરકારક ગણાતા રેમેડિસવીર ઈન્જેક્શન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રિમડેસિવીર આપી (Remdesivir API) ની આયાત પર કોઈ ડ્યૂટી લાગશે નહીં. આટલું જ નહીં, રેમેડિસ્વીર ઇંજેક્શનની આયાત પર ડ્યુટી ફ્રી(Import Duty Free) કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ ઘોષણા સાથે, આગામી દિવસોમાં, આ દવા દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા રાખી શકાય છે.

પિયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે ઈમ્પોર્ટ ડ્યૂટી હટાવવાથી રેમેડવીસવીર ઇન્ડક્શનની સપ્લાય વધશે તેમજ તેને બનાવવાની કિંમત પણ ઓછી થશે. આ રીતે સરકારના આ નિર્ણયથી કોરોનાથી પીડિત દર્દીઓને મોટી મદદ મળશે. છેલ્લા કેટલાક દિવસોથી રેમેડિસવીરની ભારે અછત છે. અછત અને કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હવે સરકારે રેમેડિસવીરની ઉત્પાદન ક્ષમતાને બમણી કરવાની મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં દેશમાં દર મહિને 38.8 લાખ રેમેડિસવીર ઇંજેકશન બનાવવામાં આવતા હતા હવે તેને વધારીને 78 લાખ કરવાનું કહેવામાં આવ્યું છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ઉત્પાદકોએ કિંમતોમાં ઘટાડો કર્યો
કોવિડ -19 ના કેસોમાં અચાનક વધારો થવાને કારણે રેમેડવીસવીરની માંગમાં વધારો થયો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021 માં કંપનીઓએ રેમેડિસવીરનું ઉત્પાદન પણ ઘટાડ્યું હતું. અચાનક, રેમેડિસવીરની અછતને કારણે સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. હાલમાં કેડિલા હેલ્થકેર લિમિટેડએ રેમળેકના ઈન્જેક્શનની કિંમત રૂપિયા 2800 થી ઘટાડીને 899 કરી છે.  એ જ રીતે, =મોટાભાગની કંપનીઓએ તેમના ઇન્જેક્શનના ભાવમાં ઘટાડો કર્યો છે.

Published On - 8:32 am, Wed, 21 April 21

Next Article