Breaking News : ટ્રેડ ડિલ અંગે સરકારનો જવાબ, ખેડૂતોના ભોગે કોઈ કરાર નહીં, ઈંધણ ખરીદવા મુદ્દે પણ કરાઈ સ્પષ્ટતા

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગે વિપક્ષ પ્રશ્નો ઉઠાવી રહ્યું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપે ફરી એકવાર ખેડૂતોના હીત પર ઘા કર્યો છે. સરકારે જવાબ આપવો જોઈએ કે એવુ તો શું દબાણ હતું કે ભારતે નમતુ જોખ્યું, દરમિયાન, કોંગ્રેસે પણ કહ્યું કે વેપાર કરાર અંગે ટ્રમ્પની જાહેરાતો ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સરકારે તેનો જવાબ આપવો જોઈએ.

Breaking News : ટ્રેડ ડિલ અંગે સરકારનો જવાબ, ખેડૂતોના ભોગે કોઈ કરાર નહીં, ઈંધણ ખરીદવા મુદ્દે પણ કરાઈ સ્પષ્ટતા
| Edited By: | Updated on: Feb 03, 2026 | 4:09 PM

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા વેપાર કરારને લઈને વિપક્ષ પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આ સોદાને ખેડૂતો વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે ફરી એકવાર ખેડૂતોના હીત પર ઘા કર્યો છે. સરકારે જવાબ આપવો જોઈએ કે કયા દબાણનો સામે ભારતે નમતુ જોખ્યું છે. કોંગ્રેસે કહ્યું કે ટ્રમ્પની જાહેરાતો ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. કૃષિ ક્ષેત્રને ખુલ્લું પાડવું એ એક ગંભીર બાબત છે. સરકારે વેપાર કરારને લઈને ડ્રાફ્ટ જાહેર કરવો જોઈએ. વિપક્ષના આરોપોનો જવાબ આપતા સરકારે જણાવ્યું કે ખેડૂતોના હિત સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કૃષિ અને ડેરી ક્ષેત્રના સંવેદનશીલ ક્ષેત્રો જે અગાઉ સુરક્ષિત હતા તે યથાવત રહેશે.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે અમેરિકન કૃષિ ઉત્પાદનો અને ખાદ્યાન્ન માટે ભારતનું બજાર ખોલવું એ આપણા દેશની 70% વસ્તી સાથે વિશ્વાસઘાત છે જે પોતાની આજીવિકા માટે કૃષિ પર આધાર રાખે છે. ભાજપ અને તેના સાથી પક્ષો સ્વતંત્રતા પહેલા પણ વિદેશીઓના એજન્ટ હતા અને આજે પણ છે.

‘ખેડૂતોની આવક ઘટશે’

અખિલેશે કહ્યું કે, આનાથી માત્ર ખેડૂતો જ નહીં પરંતુ નીચલા મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ પર પણ ગંભીર અસર પડશે, કારણ કે તેનાથી અનાજ અને કૃષિ ઉત્પાદનોમાં નફાખોરો અને વચેટિયાઓની નવી પેઢી બનશે, જેનાથી બધી ખાદ્ય ચીજો વધુ મોંઘી થશે. આનાથી ધીમે ધીમે આપણા ખેડૂતોની ખેતી અને આવક ઘટશે, જેનાથી તેઓ પોતાની જમીન ધનિકો અને કોર્પોરેટરોને વેચવા મજબૂર થશે. જમીન હડપ કરવી એ ભાજપ અને તેના સાથી પક્ષોનો અંતિમ ઉદ્દેશ્ય છે. અખિલેશે કહ્યું કે ભાજપ ખેડૂત વિરોધી હતો, છે અને રહેશે. ભાજપને હટાવો અને ખેતરો, ખેતી અને ખેડૂતોને બચાવો.

સરકારે શું કહ્યું?

વિપક્ષના આરોપોનો જવાબ આપતા, સરકારે કહ્યું કે ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં સંરક્ષિત ક્ષેત્રો યથાવત રહેશે. ભારત એવા દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે જ્યાં કોઈ પ્રતિબંધો નથી, તે દરના આધારે હશે. પ્રતિબંધો લાગુ થયા ત્યારે અમે વેનેઝુએલા પાસેથી ખરીદી કરી ન હતી. હવે જ્યારે કોઈ પ્રતિબંધો નથી, ત્યારે અમે ખરીદી કરીશું.

ખેડૂતોના મુદ્દા પર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા વેપાર કરાર સ્થાનિક ખેડૂતો, MSME, ઉદ્યોગસાહસિકો અને કુશળ કામદારો માટે વિશાળ તકો ખોલશે અને મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપશે. ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “આ કરાર મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ, ડિઝાઇન ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ અને ઇનોવેટ ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ માટે અભૂતપૂર્વ તકો ખોલે છે.”

Breaking News: US-ભારત ટ્રેડ ડીલથી કપડા, સોના-ચાંદીથી લઇને અનેક સેક્ટરને થશે લાભ, જાણો કયા સેક્ટરને થશે સૌથી વધુ ફાયદો

 

Published On - 2:58 pm, Tue, 3 February 26

Follow Us
Loading...
Unable to load recommendations.