સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડીને શૂન્ય કર્યો, ઓઇલ કંપનીઓને મળી રાહત

સરકારે અગાઉ સ્થાનિક રીતે ઉત્પાદિત તેલ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ શૂન્યથી રૂ. 6,400 પ્રતિ ટન લાદ્યો હતો અને ડીઝલ પરની નિકાસ જકાત રદ કરી હતી.

સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડીને શૂન્ય કર્યો, ઓઇલ કંપનીઓને મળી રાહત
crude oil
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 9:38 AM

સરકારે પેટ્રોલિયમ ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 4,100 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને શૂન્ય કરી દીધો છે, જેનાથી 16 મેથી તેલ કંપનીઓને મોટી રાહત મળી છે. હવે ઓઈલ કંપનીઓએ ક્રૂડ ઓઈલ(crude oil) પર કોઈ વિન્ડફોલ ટેક્સ ચૂકવવો નહીં પડે.જણાવી દઇએ કે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર વિન્ડફોલ ટેક્સ યથાવત રાખવામાં આવ્યો હતો. mayની શરૂઆતમાં સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ રૂ. 6,400 પ્રતિ ટનથી ઘટાડીને રૂ. 4,100 પ્રતિ ટન કર્યો હતો.

આ પણ વાંચો : રશિયાથી દરરોજ 2576 લાખ લીટર ક્રૂડ ઓઈલ આવ્યું ભારતમાં, જાણો મુકેશ અંબાણી અને ગુજરાત સાથે તેનુ શું કનેક્શન?

અગાઉના સુધારામાં, સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ઓઇલ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ શૂન્યથી રૂ. 6,400 પ્રતિ ટન લાદ્યો હતો અને ડીઝલ પરની નિકાસ જકાત રદ કરી હતી. સરકારે 1 જુલાઈ, 2022 થી વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો,જેના કારણે દેશ એવા દેશોમાં સામેલ થઇ ગયો જે ઉર્જા કંપનીઓના જે સામાન્ય નફા પર ટેક્સ લગાવતા હતા, જ્યારે પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF) ની નિકાસ પર ડ્યુટી લાદવામાં આવી હતી, ત્યારે સ્થાનિક રીતે ઉત્પાદિત પ્રાથમિક ક્રૂડ ઓઈલ પર વિશેષ વધારાની આબકારી જકાત (SAED) લાદવામાં આવી હતી. નવી દિલ્હીમાં સરકારે પેટ્રોલ અને એટીએફ પર પ્રતિ લિટર રૂ. 6 અને ડીઝલ પર રૂ. 13 પ્રતિ લિટરની નિકાસ ડ્યુટી લાદી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પ્રોફિટ ટેક્સની ગણતરી

વિન્ડફોલ પ્રોફિટ ટેક્સની ગણતરી પ્રોડક્ટ્સ થ્રેશોલ્ડથી વધુ થતી હોય તેવી કોઈપણ કિંમતને બાદ કરીને કરવામાં આવે છે. ગ્રાહકોને રાહત આપવા માટે આ વસૂલાત પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો સરભર કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ પ્રારંભિક સ્તરેથી અણધારી સેસ ઘટાડાથી સરકારની આવકમાં ઘટાડો થવાની ધારણા છે.

ખાનગી રિફાઇનર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રોસનેફ્ટ સ્થિત નયારા એનર્જી ડીઝલ અને એટીએફ જેવા ઇંધણના પ્રાથમિક નિકાસકારો છે. સ્થાનિક ક્રૂડ પર વિન્ડફોલ વસૂલાતનો હેતુ સરકારી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અને વેદાંત લિ. જેવા ઉત્પાદકો પર છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">