Amazon-Flipkart પર ભારે ડિસ્કાઉન્ટની સાથે શોપિંગ કરનારાના 1 ફેબ્રુઆરીથી ‘અચ્છે દિન’ નો આવ્યો અંત
જો તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન જેવી ઈ-કોમર્સ વેબસાઈટ પરથી શોપીંગ કરવા માટે મોટા ડિસ્કાઉન્ટની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. આજે રાતના 12 કલાકથી એટલે કે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન શોપિંગ કરનાર ગ્રાહકોને મળતી છૂટ બંધ થઈ જશે. 1 ફેબ્રુઆરીથી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા વિદેશી રોકાણ કરતી ઈ-કોમર્સ કંપનીઓ પર નવા […]
જો તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન જેવી ઈ-કોમર્સ વેબસાઈટ પરથી શોપીંગ કરવા માટે મોટા ડિસ્કાઉન્ટની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. આજે રાતના 12 કલાકથી એટલે કે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન શોપિંગ કરનાર ગ્રાહકોને મળતી છૂટ બંધ થઈ જશે. 1 ફેબ્રુઆરીથી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા વિદેશી રોકાણ કરતી ઈ-કોમર્સ કંપનીઓ પર નવા ધારા ધોરણ લાગુ કરવામાં આવ્યા છે.
આ નિયમ હેઠળ અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર એવી વસ્તુઓ વેચી શકશે નહીં જેમાં તેમનું પ્રત્યક્ષ રોકાણ હશે. આ સાથે જ ઓનલાઇન કંપનીઓ કોઈ પણ પ્રોડક્ટને એક્સલૂસિવ ભાવથી વેચાણ કરી શકશે નહીં. જેના કારણે મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનીક વસ્તુઓ પર મળતું ભારે ડિસ્કાઉન્ટ બંધ થઈ જશે.
એટલું જ નહીં ઈ-કોમર્સ કંપનીઓએ સામાન્ય દુકાનદારે પણ અવસરની તક આપવાની રહેશે. એટલે કે કોઈ પણ વસ્તુ માત્ર ઈ-કોમર્સ વેબસાઈટ પર જ એકલી ઉપલબ્ધ કરી શકાશે નહીં. આ ઉપરાંત કંપનીએ ઈ-કોમર્સ કંપનીઓએ રિઝર્વ બેન્ક પાસે 30 સપ્ટેમ્બર સુધીમાં ઓડીટ કરવાનું પણ રહેશે. જેના માટે એક સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે અને તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.
આ પણ વાંચો : આ શું થઈ રહ્યું છે કોંગ્રેસના રાજમાં! મુખ્યમંત્રીએ વિદ્યાર્થીનીઓને સાયકલ ભેટમાં આપી, ફોટો પડાવ્યા અને…
આ પાછળનું મુખ્ય કારણ એવું છે કે, ઓફલાઈન વેચાણ કરનાર દ્વારા સતત સરકારને ફરિયાદ કરવામાં આવી રહી હતી. તેમના વેપારને ઓનલાઈન ડિસ્કાઉન્ટ અને તેમની લોભામણી સ્કીમથી ભારે નુકસાન થઈ રહ્યું હતું. જેને જોતાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
[yop_poll id=”951″]