સરકારી કંપની લાવી છે રોકાણ માટેની તક, આજે Power Grid Corporation નો IPO ખુલશે

|

Apr 29, 2021 | 8:38 AM

આજે સરકારી કંપની Power Grid Corporation Of Indiaનો IPO ખુલી રહ્યો છે જ્યાં તમે રોકાણ કરીને સારા પૈસા કમાઈ શકો છો.

સરકારી કંપની લાવી છે રોકાણ માટેની તક, આજે Power Grid Corporation નો IPO ખુલશે
દાણી ટ્રાન્સમિશનનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ 256.55 કરોડ થયો છે.

Follow us on

જો તમે પહેલી મોટી કંપનીઓના IPO થી મોટી રકમ કમાવાની તક ગુમાવી દીધી છે, તો ચિંતા ન કરશો તમને વધુ એક તક મળી રહી છે.આજે સરકારી કંપની Power Grid Corporation Of Indiaનો IPO ખુલી રહ્યો છે જ્યાં તમે રોકાણ કરીને સારા પૈસા કમાઈ શકો છો. વીજળી ટ્રાન્સમિશન કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેંટ ટ્રસ્ટ-ઇન્વિટ (Infrastructure Investment Trust-InvIT) લાવવાની યોજના છે.

invIT એટલે શું?
invIT એક સામૂહિક રોકાણ યોજના હેઠળ છે જે મ્યુચ્યુઅલ ફંડની જેમ કાર્ય કરે છે. આમાં વ્યક્તિગત સંસ્થાકીય રોકાણકારો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં સીધા રોકાણ કરી શકે છે અને તે પ્રોજેક્ટની આવકમાંથી વળતર તરીકે કમાણી કરી શકે છે.

IPOનું કદ 7,735 કરોડ રૂપિયા
આ એક મોટું ટ્રાંઝેક્શન છે અને IPOનું કદ રૂ 7,735 કરોડ છે આઈપીઓના પ્રાઈસ બેન્ડની 99-100 રૂપિયા છે. 4,993.48 કરોડ રૂપિયાના નવા શેરોની ઓફર છે જ્યારે તેમાં 2,741.50 કરોડની વેચાણ ઓફર શામેલ છે.સામાન્ય રોકાણ આ આઈપીઓમાં સૌથી ઓછા 1,100 યુનિટ માટે બોલી લગાવી શકશે. આ પછી, 1,100 ના ગુણાંકમાં બિડ્સ કરી શકાય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રૂપિયા 175 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક
ભારતીય મૂડી બજાર માટે આ એક લેન્ડમાર્ક ડીલ માન્ય છે. પાવર ગ્રીડ કોર્પોરેશનનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે નાણાકીય વર્ષ 2022 માટે તેના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક નક્કી કર્યા છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને સરકાર એલઆઈસી અને એર ઇન્ડિયા માટે આઈપીઓ તૈયાર કરવાની તૈયારીમાં છે.

Next Article