‘વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે’ દુકાન કે બિલમાં આ સૂચના લખવી ગેરકાયદેસર છે, જાણો કાયદા વિશે
જો ગ્રાહક કોઈ વસ્તુ કે માલ-સામાનથી અસંતુષ્ટ છે તો તેને તે પરત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કોઈપણ દુકાનદાર તે પરત લેવાનો ઈનકાર કરી શકે નહીં. ગ્રાહક સુરક્ષા અધિકાર અધિનિયમ 1986 મુજબ, કોઈપણ દુકાનદાર જો ઉત્પાદન પરત લેવાનો ઈનકાર કરે છે તેની સામે કલમ 14 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

દુકાનદાર ખામી વાળી વસ્તુઓ પરત લેવાની ના પાડે છે ત્યારે લોકો તેનો વિરોધ કરે છે. તે સમયે દુકાનદાર લોકોને બીલ પર લખવામાં આવેલી નોંધ કે સૂચના વાંચવા માટે કહે છે જેમાં લખવામાં આવ્યું હોય છે કે, ‘વેચેલો સામાન પાછો લેવામાં આવશે નહીં.’ બિલ પર આ પ્રકારની સૂચના લખવી એ ગેરકાયદેસર છે.
સરકારે આ કેસને જાહેર કર્યો નથી
કેન્દ્રીય ઉપભોક્તા બાબતોના મંત્રાલયે 1999માં મુખ્યપ્રધાનોને પ્રિન્ટિંગ શરતો પર અંકુશ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો જે ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. પરંતુ સરકારે આ કેસને જાહેર કર્યો નથી, જેના કારણે વેપારીઓ તેનો ગેર લાભ લઈ રહ્યા છે અને ગ્રાહકો તેનાથી ડરે છે.
કેટલાક દુકાનદારો કાયદાથી અજાણ છે
આ પ્રકારના ખામીયુક્ત માલ-સામાનના મોટાભાગના કેસ ગ્રાહક કલ્યાણ સંસ્થાઓ સુધી પહોંચે છે અને છેલ્લે સેલમેન્ટ થઈ જાય છે. દુકાનદારો કાયદાકીય કાર્યવાહીના ડરથી વસ્તુઓ બદલવા માટે સંમત થાય છે. કેટલાક દુકાનદારો કાયદાથી અજાણ છે તો કેટલાક જાણતા ન હોવાનો ડોળ પણ કરે છે. મોટાભાગના દુકાનદારો આવા બિલને વળગી રહે છે કારણ કે તે તેમની તરફેણમાં હોય છે.
ખામીયુક્ત વસ્તુને બદલવી એ હજુ પણ ઘણા બધા લોકો માટે મુશ્કેલ કાર્ય છે. બિલ અને પ્રાઈસ ટેગ હોવા છતાં ગ્રાહકો જ્યારે રિપ્લેસમેન્ટની માગ કરે છે ત્યારે તેમને ઘણી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે.
દુકાનદાર પરત લેવાનો ઈન્કાર કરી શકે નહીં
નિયમો અનુસાર, જો ગ્રાહક કોઈ વસ્તુ કે માલ-સામાનથી અસંતુષ્ટ છે તો તેને તે પરત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કોઈપણ દુકાનદાર તે પરત લેવાનો ઈન્કાર કરી શકે નહીં. ગ્રાહક સુરક્ષા અધિકાર અધિનિયમ 1986 મુજબ, કોઈપણ દુકાનદાર જો ઉત્પાદન પરત લેવાનો ઈનકાર કરે છે તેની સામે કલમ 14 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
ગ્રાહકોને એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે જેના પર કોઈપણ દુકાનદાર જો બિલ ન આપે અને વેચેલી પ્રોડક્ટ પરત લેવાની ના પાડે તો તેની જાણ કરી શકાય છે. ગ્રાહક ટોલ ફ્રી નંબર છે 1800-180-6030.
