Good News : લગેજ વિના હવાઈ યાત્રા કરનારા યાત્રીઓને મળશે ટિકિટના ભાવમાં છૂટ

|

Feb 26, 2021 | 4:07 PM

દેશમાં હવાઇ યાત્રા કરનારા યાત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જે યાત્રીઓ સાથે Luggage  નહી હોય તો તેમને હવે ટિકિટના ભાવમાં છૂટ મળશે.

Good News : લગેજ વિના હવાઈ યાત્રા કરનારા યાત્રીઓને મળશે ટિકિટના ભાવમાં છૂટ

Follow us on

દેશમાં હવાઇ યાત્રા કરનારા યાત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જે યાત્રીઓ સાથે Luggage  નહી હોય તો તેમને હવે ટિકિટના ભાવમાં છૂટ મળશે. આ સંદર્ભે એક પરિપત્ર શુક્રવારે નાગરિક ઉડ્ડયન નિયામક જનરલ દ્વારા જારી કરવામાં આવ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જે મુસાફરો Luggage વિના હવાઈ મુસાફરી કરે છે તેમને એર લાઇનો દ્વારા ટિકિટના ભાવમાં છૂટ આપવામાં આવશે.

ડીજીસીએ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું હતું કે ફીડબેકના આધારે એવું જાણવા મળ્યું છે કે મુસાફરી દરમિયાન એરલાઇન્સ દ્વારા આપવામાં આવતી સેવાઓની ઘણી વખત મુસાફરોને જરૂરિયાત નથી હોતી. તેથી, સરકાર દ્વારા તે સેવાઓને અલગ પાડવાનો અને ટિકિટ બુક કરતી વખતે મુસાફરોને વિકલ્પ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે શું તેઓ તે સુવિધાનો લાભ લેવા માંગે છે કે નહીં.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

સ્થાનિક હવાઈ મુસાફરીમાં બેગ વિના ચેક ઇન મુસાફરી સસ્તી થઈ શકે છે. જેને મહત્તમ 200 રૂપિયા સુધી ઘટાડી શકાય છે. બેગમાં 15 કિલોના ચેક ઇન માટે હાલમાં કંપનીઓ 200 રૂપિયા સુધીનો ચાર્જ લે છે. ડિરેક્ટોરેટ જનરલ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ હવે આ પ્રતિબંધ હટાવ્યો છે, જેના કારણે કંપનીઓ હવે સસ્તી સ્થાનિક એર ટિકિટ આપી શકે છે.

Next Article