શરાબના શોખીનો માટે સુરૂરનાં સમાચાર, 40 ટકા સસ્તી તો મળશે જ પણ હવે માત્ર 10 મિનિટમાં તમારા ઘરે ડિલિવરી પણ પાક્કી

|

Jun 09, 2022 | 8:39 AM

એક સ્ટાર્ટઅપે કોલકાતા શહેરમાં માત્ર 10 મિનિટમાં જ દારૂ સપ્લાય કરવાની સેવા શરૂ કરી છે. આ સેવાની શરૂઆત વિશે માહિતી આપતા Innovent Technologies Pvt Ltd દ્વારા સંચાલિત બ્રાન્ડ બૂઝીએ દાવો કર્યો હતો કે તે 10 મિનિટની અંદર દારૂની ડિલિવરી આપનાર દેશનું પહેલું ઓનલાઈન પ્લેટફોર્મ છે.

શરાબના શોખીનો માટે સુરૂરનાં સમાચાર, 40 ટકા સસ્તી તો મળશે જ પણ હવે માત્ર 10 મિનિટમાં તમારા ઘરે ડિલિવરી પણ પાક્કી
Symbolic Image

Follow us on

શરાબ( Liquor)ના શોખીનો માટે ખુશીના સમાચાર છે. પંજાબમાં દારૂ સસ્તો થઈ શકે છે. પંજાબમાં દારૂના ભાવમાં 30 થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે. આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળની પંજાબ કેબિનેટે બુધવારે તેની પ્રથમ આબકારી નીતિને મંજૂરી આપી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અહીં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં વર્ષ 2022-23 માટેની નવી આબકારી નીતિને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે દારૂના વ્યવસાયમાંથી રૂ. 9,647.85 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે જે ગયા વર્ષ કરતાં 40 ટકા વધુ છે.મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર પડોશી રાજ્યોમાંથી થતી દારૂની દાણચોરી પર ચાંપતી નજર રાખવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે 1 જુલાઈથી 31 માર્ચ 2023 સુધીના નવ મહિનાના સમયગાળા માટે એક્સાઈઝ નીતિ લાગુ થશે. માફિયાઓની સાંઠગાંઠ તોડવામાં આવશે. ઉત્પાદકો, જથ્થાબંધ વેપારી અને છૂટક વિક્રેતાઓ એકબીજાથી દૂર રહેશે.

પ્રવક્તાએ કહ્યું કે તેઓ એકબીજાથી સંપૂર્ણપણે અલગ થઈ જશે અને તેમાં કોઈ સામાન્ય હિસ્સેદાર રહેશે નહીં. ઉપરાંત કેબિનેટે એક્સાઈઝ વિભાગમાં પોલીસની બે વિશેષ બટાલિયનની ફાળવણીને પણ મંજૂરી આપી છે જે આબકારીના વર્તમાન દળ ઉપરાંત હશે. ડ્યુટીની ચોરી પર અસરકારક તકેદારી રાખશે.

10 મિનિટમાં શરાબની ડિલિવરી

હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટઅપે કોલકાતા શહેરમાં માત્ર 10 મિનિટમાં જ દારૂ સપ્લાય કરવાની સેવા શરૂ કરી છે. આ સેવાની શરૂઆત વિશે માહિતી આપતા Innovent Technologies Pvt Ltd દ્વારા સંચાલિત બ્રાન્ડ બૂઝીએ દાવો કર્યો હતો કે તે 10 મિનિટની અંદર દારૂની ડિલિવરી આપનાર દેશનું પહેલું ઓનલાઈન પ્લેટફોર્મ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બૂજીને આ ઝડપી સપ્લાય સેવા માટે પશ્ચિમ બંગાળ રાજ્ય આબકારી વિભાગ પાસેથી મંજૂરી મળી છે. બૂજી એ સપ્લાય એગ્રીગેટર પ્લેટફોર્મ છે જે નજીકની દારૂની દુકાનોમાંથી ઉત્પાદનો લે છે અને ગ્રાહક સુધી પહોંચાડે છે. કંપનીએ કહ્યું કે આ ઝડપી સેવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો પણ ઉપયોગ કરવામાં આવે છે.

તમે ઘરે આટલો દારૂ રાખી શકો છો

ઉત્તર પ્રદેશમાં દારૂની દુકાનો રાખવા અંગે ઘણા નિયમો બદલાયા છે. હવે ઘરે ઘરે  બાર બનાવવા માટે તમારે લાયસન્સ લેવું પડશે અને તમે તમારા સંબંધીઓ અથવા મિત્રો સાથે પાર્ટી કરી શકશો. સરકાર દ્વારા ઘરે બેઠા બાર બનાવવા માટે લાયસન્સ આપવામાં આવશે અને લાયસન્સ લીધા બાદ તેઓ પોતાના ઘરના અન્ય લોકોને દારૂ પીવડાવી શકશે.

Published On - 8:28 am, Thu, 9 June 22

Next Article