Gold Price Today : હાલમાં સમયમાં સોનામાં રોકાણથી થશે ફાયદો કે નુકસાન? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય અને આજનો સોનાનો ભાવ

|

Aug 10, 2022 | 12:26 PM

લોકો ઘણીવાર તેમની જોખમની ક્ષમતાના આધારે ડેટ ફંડ અને ઇક્વિટીને તેમના પોર્ટફોલિયોમાં મૂકે છે કારણ કે તેમને વધુ વળતર મળવાની અપેક્ષા હોય છે. એ જ રીતે જ્યારે સોનામાં રોકાણ કરવાની વાત આવે છે ત્યારે લોકો થોડા અચકાય છે.

Gold Price Today : હાલમાં સમયમાં સોનામાં રોકાણથી થશે ફાયદો કે નુકસાન? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય અને આજનો સોનાનો ભાવ
Symbolic Image

Follow us on

Gold Price Today : રોકાણ દ્વારા નાણાંની વૃદ્ધિ  સરળ કામ નથી. જો કે, થોડી સમજ સાથે પોર્ટફોલિયો બનાવીને ખર્ચનું સંચાલન કરીને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય છે. જોકે સારો પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો એ મોટો પ્રશ્ન છે. નિષ્ણાતો માને છે કે લોકોએ તેમના પૈસા માત્ર એક જ જગ્યાએ રોકાણ ન કરવા જોઈએ. આમ કરવાથી તમે પોતાને વધુ આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો. લોકો ઘણીવાર તેમની જોખમની ક્ષમતાના આધારે ડેટ ફંડ અને ઇક્વિટીને તેમના પોર્ટફોલિયોમાં મૂકે છે કારણ કે તેમને વધુ વળતર મળવાની અપેક્ષા હોય છે.

એ જ રીતે જ્યારે સોનામાં રોકાણ કરવાની વાત આવે છે ત્યારે લોકો થોડા અચકાય છે. જોકે સોનું ઇક્વિટી કરતાં ફુગાવા સામે વધુ સારું રક્ષણ પૂરું પાડે છે પરંતુ તે લાંબા ગાળા માટે છે. ટૂંકા અથવા મધ્યમ ગાળામાં સોનાનું વળતર ઓછું હોય છે તેથી લોકો તેમાં રોકાણ કરવાથી દૂર રહે છે.

સોનાને રોકાણના વિકલ્પ તરીકે ધ્યાનમાં લેવું જોઈએ

ઓપ્ટિમા મની મેનેજર્સના MD અને CEO પંકજ મથપાલ સોનામાં રોકાણ વિશે કહે છે, “એવું જોવામાં આવે છે કે લોકો તેમની જોખમની શક્તિ અનુસાર ઇક્વિટી અને ડેટમાં રોકાણ કરે છે પરંતુ સોનાને અવગણે છે. આ યોગ્ય નથી. લોકોએ સોનાને રોકાણના વિકલ્પ તરીકે પણ જોવું જોઈએ અને યોગ્ય રીતે ભંડોળની ફાળવણી કરીને તેને તેમના પોર્ટફોલિયોમાં સામેલ કરવું જોઈએ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

MyFundBazaarના વિનીત ખંડારે સોનામાં રોકાણની માત્રા વિશે કહે છે કે તમારા પોર્ટફોલિયોના 10-15% સોનામાં રોકાણ કરવાથી તમને આર્થિક મંદી દરમિયાન સારું વળતર મળે છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :   52274.00     -215.00 (-0.41%)  –  12:16 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 54018
Rajkot 54038
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 53380
Mumbai 51930
Delhi 52100
Kolkata 51930
(Source : goodreturns)

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

Published On - 12:26 pm, Wed, 10 August 22

Next Article