Gold Price Today : સોનું ખરીદવા વિચારી રહ્યા છો? આજે કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો થયો, જાણો લેટેસ્ટ રેટ

|

Jan 27, 2023 | 2:11 PM

Gold Price Today : આજે સવારે ઓપનિંગ રેટમાં સોનું રૂ. 205 અથવા 0.36 ટકાના ઘટાડા સાથે ખુલ્યું હતું. તેની કિંમત 56,757 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી. બુધવારે સોનું 56,962 પર બંધ થયું હતું. ગુરુવારે બજારો બંધ રહ્યા હતા. આજે ચાંદીના વાયદાના ભાવ પણ થોડા ઘટાડા સાથે ખુલી હતી.

Gold Price Today : સોનું ખરીદવા વિચારી રહ્યા છો? આજે કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો થયો, જાણો લેટેસ્ટ રેટ
Symbolic Image

Follow us on

આ અઠવાડિયે રેકોર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યા પછી સોનું ઓલ ટાઈમ હાઈ સુધી ઉછળ્યું છે. આજે  27 જાન્યુઆરી 2023 ના રોજ નીચે આવ્યું છે. વાયદા બજારમાં ઘટાડા સાથે બુલિયન માર્કેટમાં પણ સોનું સસ્તું થયું છે. વાયદા બજારમાં આ સપ્તાહની શરૂઆતમાં સોનું 57,000ની ઉપર પહોંચી ગયું હતું. સોનું આ સ્તરની આસપાસ કારોબાર કરતું હતું પરંતુ આજે તેમાં ઘટાડો થયો હતો. બુલિયન માર્કેટમાં સોનું 56,900ની ઉપર ચાલી રહ્યું છે. આજે ફ્યુચર માર્કેટમાં ફ્યુચર ગોલ્ડ ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે સવારે ઓપનિંગ રેટમાં સોનું રૂ. 205 અથવા 0.36 ટકાના ઘટાડા સાથે ખુલ્યું હતું. તેની કિંમત 56,757 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી. બુધવારે સોનું 56,962 પર બંધ થયું હતું. ગુરુવારે બજારો બંધ રહ્યા હતા. આજે ચાંદીના વાયદાના ભાવ પણ થોડા ઘટાડા સાથે ખુલી હતી. આ ધાતુ રૂ. 34 ઘટીને રૂ. 68,642 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. પાછલા સત્રમાં ચાંદી 68,676ની સપાટીએ બંધ રહી હતી.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :  56650.00 -312.00 (-0.55%)  – બપોરે 02: 02 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 58763
Rajkot 58778
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 58310
Mumbai 57270
Delhi 57420
Kolkata 57270
(Source : goodreturns)

રાજધાનીના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ

જો આપણે સોના અને ચાંદીના હાજર ભાવની વાત કરીએ તો નબળા વૈશ્વિક વલણ વચ્ચે બુધવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 198 રૂપિયા ઘટીને 56,972 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 57,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ.270 ઘટીને રૂ.68,625 પ્રતિ કિલો બંધ રહ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગોલ્ડ આઉટલુક

શેરખાનના આઉટલુકના અહેવાલ મુજબ મજબૂત યુએસ આર્થિક ડેટા ડોલર ઇન્ડેક્સ પર દબાણ લાવશે અને સોનું તેના તાજેતરના લાભો જાળવી રાખશે. CPIમાં ઘટાડાને કારણે ગોલ્ડ ફંડામેન્ટલ્સ મજબૂત રહેશે. ડોલરમાં દબાણના કારણે સોનાને સપોર્ટ મળશે. નવેમ્બરથી સોનામાં સરેરાશ વધારો નોંધાઈ રહ્યો છે, જો કે, વેગ હવે સમાપ્ત થઈ શકે છે. તેની કિંમત હવે $1950 પર પ્રતિકાર અને $1910 પર સપોર્ટ જોઈ શકાય છે.

Next Article