Gold Price Today : સોનાના ચળકાટમાં થયો વધારો, જાણો આજના 10 ગ્રામ સોનાના ભાવમાં શું થયો ફેરફાર

|

Nov 04, 2022 | 2:45 PM

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ ઊંચા છે. ચાંદીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. સોનાની હાજર કિંમત આજે 0.35 ટકા વધીને $1,639.93 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. તે જ સમયે, આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત 2.35 ટકા વધીને 19.61 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

Gold Price Today : સોનાના ચળકાટમાં થયો વધારો, જાણો આજના 10 ગ્રામ સોનાના ભાવમાં શું થયો ફેરફાર
Gold - File Image

Follow us on

આજે 4 નવેમ્બર શુક્રવારના રોજ ભારતીય વાયદા બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ભારતીય વાયદા બજારમાં સોનાની કિંમત ગઈ કાલે ઘટાડા સાથે બંધ થઈ હતી. પરંતુ આજે તે તેજી સાથે ખુલ્યું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ગોલ્ડ રેટ ગઈકાલના બંધ ભાવ કરતાં આજે શરૂઆતના વેપારમાં 0.31 ટકા વધુ ટ્રેડ થયો હતો છે. તે જ સમયે, MCX પર આજે ચાંદીના ભાવમાં 0.54 ટકાનો વધારો થયો હતો.આજે વાયદા બજારમાં સવારે  24 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત ઉછાળા સાથે 50,350.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. સોનાનો ભાવ આજે 50,550 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :   50683.00 +181.00 (0.36%) – બપોરે  14 : 30 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52089
Rajkot 52110
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51340
Mumbai 50290
Delhi 50440
Kolkata 50290
(Source : goodreturns)

સોનુ એકવાર ખુલ્યા પછી તે 50,325 રૂપિયા સુધી પહોંચી ગયો પરંતુ થોડા સમય પછી તે સુધર્યો હતો. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં પણ ચાંદીમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ભાવ આજે રૂ.315 વધીને રૂ.58,641 થયો હતો. ચાંદીનો ભાવ રૂ.58,444 પર ખૂલ્યો હતો. એકવાર કિંમત 57,727 રૂપિયા થઈ ગઈ પરંતુ બાદમાં કિંમત ઘટીને 58,641 રૂપિયા થઈ ગઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ ઊંચા છે. ચાંદીમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. સોનાની હાજર કિંમત આજે 0.35 ટકા વધીને $1,639.93 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. તે જ સમયે, આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત 2.35 ટકા વધીને 19.61 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગુરુવારે હાજર સોનાના ભાવ તૂટ્યા

ભારતીય બુલિયન માર્કેટમાં ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. દસ ગ્રામ સોનું 50,597 રૂપિયા સુધી સસ્તું થયું હતું. દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનું 402 રૂપિયા ઘટીને 50,597 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 50,999 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ રૂ. 1,244 ઘટીને રૂ. 58,111 પ્રતિ કિલો થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 56,867 પ્રતિ કિલોગ્રામ હતો.

Next Article