AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 52493 રૂપિયા, જાણો સોનામાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ

નિષ્ણાતોની સલાહ  છે કે યુએસ 10-વર્ષની બોન્ડ યીલ્ડ હજુ પણ ઘણી ઊંચી છે જ્યારે ડોલર બે દાયકાથી ટોચ પર છે અને બંને કારણો સોનાના ભાવ પર દબાણ લાવી રહ્યા છે.

Gold Price Today : આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 52493 રૂપિયા, જાણો સોનામાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 12:06 PM
Share

Gold Price Today : વૈશ્વિક બજારમાં સુધારાને કારણે આજે મંગળવારે સવારે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સોનાની કિંમત ફરી એકવાર 50,500 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદાની કિંમત સવારે 10 ગ્રામ દીઠ 50,609  સુધી ઉપલા સ્તરે પહોંચી હતી. આજે  સોનામાં કારોબાર  રૂ. 50,598થી શરૂ થયો હતો . સોનાની તર્જ પર આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સવારે ચાંદીના વાયદાના ભાવ રૂ. 85 વધીને રૂ. 54,492 પ્રતિ કિલોગ્રામ થયા હતા. અગાઉ ચાંદીમાં કારોબાર રૂ. 54,610 પ્રતિ કિલોના ભાવે શરૂ થયો હતો.

વૈશ્વિક બજારમાં ભાવ વધ્યા

લાંબા સમય બાદ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત 1,722.2 ડોલર પ્રતિ ઔંસ હતી. જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.15 ટકા વધુ છે. એ જ રીતે ચાંદીની હાજર કિંમત પણ 18.52 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે જે અગાઉના બંધ ભાવ કરતાં 0.63 ટકા વધુ છે.

નિષ્ણાતોના મતે સોનાના ભાવ વધશે

નિષ્ણાતોની સલાહ  છે કે યુએસ 10-વર્ષની બોન્ડ યીલ્ડ હજુ પણ ઘણી ઊંચી છે જ્યારે ડોલર બે દાયકાથી ટોચ પર છે અને બંને કારણો સોનાના ભાવ પર દબાણ લાવી રહ્યા છે. આ જ કારણ છે કે અત્યારે સોનાના ભાવમાં ખાસ ઉછાળો નહીં આવે. આવી સ્થિતિમાં રોકાણકારોએ સોનું વેચવાને બદલે હોલ્ડ કરવું જોઈએ. સોનાના ભાવમાં ટૂંક સમયમાં ફરી મોટો ઉછાળો જોવા મળી શકે છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :   50652.00 +116.00 (0.23%)  –  11:50 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52493
Rajkot 52512
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51490
Mumbai 51160
Delhi 51160
Kolkata 51160
(Source : goodreturns)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">