Gold Price Today : સોનાના ચળકાટમાં થયો વધારો, હવે તમારે 10 ગ્રામ સોનુ ખરીદવા આટલો ખર્ચ કરવો પડશે

|

Nov 22, 2022 | 5:04 PM

આજે સવારે બજાર ખૂલતાંની સાથે જ વાયદા બજારમાં સવારે 9.05 વાગ્યે 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.108ના વધારા સાથે ખૂલ્યું હતું અને રૂ.52,400 પર પહોંચી ગયું હતું. બીજી તરફ, જો આપણે સોનાના આજના ભાવ વિશે વાત કરીએ, તો તે 52,475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો .

Gold Price Today : સોનાના ચળકાટમાં થયો વધારો, હવે તમારે 10 ગ્રામ સોનુ ખરીદવા આટલો ખર્ચ કરવો પડશે
Gold - File Image

Follow us on

સોના અને ચાંદીના ભાવ છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોથી નીચે જઈ રહ્યા હતા પરંતુ આજે બજાર ખુલતાની સાથે જ તેમાં તેજી જોવા મળી છે. આજે એટલે કે મંગળવાર, નવેમ્બર 22 2022 ના રોજ, ભારતીય વાયદા બજારમાં સોનું લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં આ બંનેના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે અને ચાંદીના ભાવમાં વધારો  નોંધવામાં આવ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાએ 0.21 ટકા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું તો બીજી તરફ ચાંદીની વાત કરીએ તો તેણે MCX પર 0.80 ટકાની તેજી સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :   52450.00  +158.00 (0.30%) – સાંજે  04: 50 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 54198
Rajkot 54217
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 53510
Mumbai 52750
Delhi 52900
Kolkata 52750
(Source : goodreturns)

આજે સવારે બજાર ખૂલતાંની સાથે જ વાયદા બજારમાં સવારે 9.05 વાગ્યે 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ.108ના વધારા સાથે ખૂલ્યું હતું અને રૂ.52,400 પર પહોંચી ગયું હતું. બીજી તરફ, જો આપણે સોનાના આજના ભાવ વિશે વાત કરીએ, તો તે 52,475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો . આ પછી સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો અને તે 52,400 પ્રતિ 10 ગ્રામના સ્તર સુધી સરકી પહોંચી ગયો હતો.

વૈશ્વિક બજારમાં સોનાની કિંમત

વૈશ્વિક સ્તરની વાત કરીએ તો મંગળવારે સવારે સોનાના વાયદા અને હાજર બંને ભાવમાં વધારા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. આજે  મંગળવારે સવારે કોમેક્સ પર સોનાની વૈશ્વિક ફ્યુચર્સ કિંમત 0.32 ટકા અથવા $5.60ના વધારા સાથે 1760.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત હાલમાં 0.37 ટકા અથવા $6.35ના વધારા સાથે 1744.40 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

ચાંદીના ભાવમાં નરમાશ

ચાંદીના વૈશ્વિક ભાવની વાત કરીએ તો મંગળવારે સવારે તેના વાયદા અને હાજર ભાવ બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો.  કોમેક્સ પર ચાંદીની વૈશ્વિક વાયદાની કિંમત 1.37 ટકા અથવા 0.29 ડોલરના વધારા સાથે 21.35 ડોલર પ્રતિ ઔંસ પર વેપાર કરતી દેખાઈ હતી. તે જ સમયે, ચાંદીની વૈશ્વિક હાજર કિંમત હાલમાં 1.30 ટકા અથવા 0.27 ડોલરના વધારા સાથે 21.12 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

 

 

Published On - 5:03 pm, Tue, 22 November 22

Next Article