Gold Price Today : લગ્નની સિઝનમાં સોના-ચાંદીએ બજેટ બગાડ્યું, જાણો આજનો કિંમતી ધાતુનો ભાવ

|

Feb 06, 2023 | 2:05 PM

ચાંદીના ભાવમાં પણ જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ચાંદી 67914 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે. ચાંદીના આ ભાવ તેના માર્ચ વાયદા માટે છે અને આજે તે ઘટીને રૂ. 67630 પ્રતિ કિલોના સૌથી નીચા દરે પહોંચી ગયા હતા. બીજી તરફ ઉપલા સ્તર પર નજર કરીએ તો ચાંદી 67923 રૂપિયા પ્રતિ કિલોના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.

Gold Price Today : લગ્નની સિઝનમાં સોના-ચાંદીએ બજેટ બગાડ્યું, જાણો આજનો કિંમતી ધાતુનો ભાવ
Symbolic Image

Follow us on

Gold Price Today : બુલિયન માર્કેટમાં આજે ચમક વધી છે અને સોના અને ચાંદી બંને કીમતી ધાતુઓમાં તેજી સાથે કારોબાર કરતી જોવા મળી રહી છે. સોનાના ભાવ ઉપર નજર કરીએ તો આજે સોનું તેજી સાથે કારોબાર કરી રહ્યું છે તો ચાંદી પણ તેજીથી ચમકી રહી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. આજે જાણો કેટલા રૂપિયામાં તમને સોનું અને ચાંદી ખરીદવાની તક મળશે.આજે વૈશ્વિક બજારમાં સોનું જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. કોમેક્સ પર સોનું $13.75 પર ટ્રેડ થઈ રહ્યું છે. કોમેક્સ પર સોનું 1890 ડોલર પ્રતિ ઔંસના દરે ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ પર નજર કરીએ તો તે અડધા ટકાથી વધુના ઉછાળા સાથે કારોબાર કરી રહી છે.

સોનાનો ચળકાટ અને  ચાંદીની ચમક

સોનાની કિંમતની વાત કરીએ તો આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 56981 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું સ્તર જોવા મળી રહ્યું છે. તેની સૌથી વધુ કિંમત આજે 56995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. આ ઉપરાંત આજે સોનામાં 56638 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું સ્તર પણ જોવા મળ્યું છે. આ ગોલ્ડ રેટ તેના એપ્રિલ ફ્યુચર્સ માટે છે.

ચાંદીના ભાવમાં પણ જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ચાંદી 67914 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે. ચાંદીના આ ભાવ તેના માર્ચ વાયદા માટે છે અને આજે તે ઘટીને રૂ. 67630 પ્રતિ કિલોના સૌથી નીચા દરે પહોંચી ગયા હતા. બીજી તરફ ઉપલા સ્તર પર નજર કરીએ તો ચાંદી 67923 રૂપિયા પ્રતિ કિલોના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવમાં વધારો થયો હતો

આજે વૈશ્વિક બજારમાં સોનું જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. કોમેક્સ પર સોનું $13.75 પર ટ્રેડ થઈ રહ્યું છે. કોમેક્સ પર સોનું 1890 ડોલર પ્રતિ ઔંસના દરે ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ પર નજર કરીએ તો તે અડધા ટકાથી વધુના ઉછાળા સાથે કારોબાર કરી રહી છે. કોમેક્સ પર સિલ્વર માર્ચ વાયદો ઔંસ દીઠ $22.530ના દરે યથાવત છે.

Published On - 2:05 pm, Mon, 6 February 23

Next Article