Gold Price Today : તહેવારોની સિઝન છતાં સોનાના ભાવમાં નરમાશ, જાણો આજનો લેટેસ્ટ રેટ

|

Sep 29, 2022 | 10:54 AM

આજે એમસીએક્સ પર સોનામાં કારોબાર રૂ. 49,650ના સ્તરથી શરૂ થયો હતો. તહેવારોની સિઝન હોવા છતાં સોનાના ભાવમાં વધારો નથી થઈ રહ્યો. બુલિયન માર્કેટમાં બુધવારે સાંજે સોનું અને ચાંદી પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

Gold Price Today : તહેવારોની સિઝન છતાં સોનાના ભાવમાં નરમાશ, જાણો આજનો લેટેસ્ટ રેટ
Gold - File Image

Follow us on

સકારાત્મક વૈશ્વિક સંકેતો છતાં આજે 29 સપ્ટેમ્બરના રોજ પ્રારંભિક કારોબારમાં ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ (Gold Price Today)લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા . જોકે, 3 દિવસના ઘટાડા બાદ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના હાજર ભાવમાં ઉછાળો આવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત આજે શરૂઆતના કારોબારમાં 0.20 ટકા ઘટીને થઇ હતી. ચાંદીનો દર પણ ગઈકાલના બંધ ભાવથી 0.64 ટકા ઘટ્યો છે. આજે એમસીએક્સ પર સોનામાં કારોબાર રૂ. 49,650ના સ્તરથી શરૂ થયો હતો. તહેવારોની સિઝન હોવા છતાં સોનાના ભાવમાં વધારો નથી થઈ રહ્યો. બુલિયન માર્કેટમાં બુધવારે સાંજે સોનું અને ચાંદી પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD :   49850.00 100.00 (0.20%)   –  10 : 50 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 51566
Rajkot 51585
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51050
Mumbai 50620
Delhi 50780
Kolkata 50620
(Source : goodreturns)

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ગુરુવારે પણ ચાંદી તૂટવાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. આજે ચાંદીની કિંમત 362 રૂપિયા ઘટીને 56,166 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આજે ચાંદીમાં 56,037 રૂપિયાથી કારોબાર શરૂ થયો હતો. થોડા સમય પછી કિંમત વધીને 56,254 રૂપિયા થઈ ગઈ પરંતુ આ ગતિ ચાલુ રહી નહીં અને માંગમાં નબળાઈને કારણે કિંમત 56,037 પર ટ્રેડ થવા લાગી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો

સતત 3 દિવસ સુધી ઘટાડા બાદ ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સોનામાં 1.48 ટકા અને ચાંદીમાં 2.06 ટકાનો ઉછાળો આવ્યો છે. સોનાની હાજર કિંમત આજે વધીને $1,653.16 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. બુધવારે તે 0.14 ટકા ઘટ્યો હતો, જ્યારે મંગળવારે તેનો દર 0.86 ટકા ઘટ્યો હતો. ચાંદીની કિંમત આજે 18.77 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. ગઈકાલે એટલે કે બુધવારે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં 1.13 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મંગળવારે તેમાં 1.60 ટકાનો ઘટાડો થયો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બુધવારે પણ બુલિયન માર્કેટમાં મંદી જોવા મળી હતી

બુધવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીના બુલિયન માર્કેટમાં બુધવારે સોનું 435 રૂપિયા ઘટીને 49,282 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. તેના કારણે પીળી ધાતુ પાછલા ટ્રેડિંગ સેશનમાં 49,717 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. ચાંદી પણ રૂ. 1,600 ઘટીને રૂ. 54,765 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી.

Published On - 10:54 am, Thu, 29 September 22

Next Article