Gold Price Today : તહેવારોની સીઝનમાં સોનામાં રોકાણ કરવાની ઉત્તમ તક, જાણો આજે સોનુ કેટલું સસ્તું થયું

|

Oct 25, 2022 | 1:54 PM

સોનાના  દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

Gold Price Today : તહેવારોની સીઝનમાં સોનામાં રોકાણ કરવાની ઉત્તમ તક, જાણો આજે સોનુ કેટલું સસ્તું થયું
Gold Price Today

Follow us on

દિવાળી(Diwali 2022) પછી પણ સોનામાં ઘટાડો ચાલુ છે. આજે મંગળવાર 25 ઓક્ટોબરે વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજારમાં સોનાની કિંમત તૂટી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનામાં મંદી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત આજે શરૂઆતના વેપારમાં 0.04 ટકા ઘટી છે. તે જ સમયે, MCX પર આજે ચાંદીના દરમાં 0.29 ટકાનો વધારો થયો છે. મંગળવારે વાયદા બજારમાં સવારે 9:05 વાગ્યે 24 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત 22 રૂપિયા ઘટીને 50,584 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. સોનાનો ભાવ આજે 50,530 રૂપિયા પર ખુલ્યો હતો. એકવાર તે વધીને 50,600 રૂપિયા થઈ ગયો હતો. બાદમાં, ભાવ નજીવો ઘટીને રૂ. 50,584 પ્રતિ 10 ગ્રામ થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદી અને સોનું ઊંધુ વળ્યું છે. ચાંદીનો ભાવ આજે 166 રૂપિયા વધીને 57,914 રૂપિયા થયો છે. ચાંદીનો ભાવ રૂ.57,740 પર ખૂલ્યો હતો. એકવાર કિંમત 57,970 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, પરંતુ થોડા સમય પછી તેમાં ઘટાડો થયો અને તે 57,914 રૂપિયા પર ટ્રેડ થવા લાગ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં ઘટાડો નોંધાયો

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. સોનાનો હાજર ભાવ આજે 0.61 ટકા ઘટીને 1,651.13 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ચાંદીની હાજર કિંમત આજે 0.94 ટકા ઘટીને $19.1929 પ્રતિ ઔંસ છે.

સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી

તમે ઘરે બેઠા BIS કેર એપ દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. જો સોનાનો લાઇસન્સ નંબર, હોલમાર્ક અથવા રજીસ્ટ્રેશન નંબર ખોટો હોય તો તમે સરકારને સીધી ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધાયા બાદ તમને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેની પણ માહિતી મળશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :   50551.00 -29.00 (-0.06%) –  25 ઓક્ટોબર 13 : 48 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52210
Rajkot 52230
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51720
Mumbai 51110
Delhi 51310
Kolkata 51110
(Source : goodreturns)

સોનાનો ભાવ જાણવો ખૂબ જ સરળ બન્યો

નોંધનીય છે કે સોનાના  દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

Published On - 1:54 pm, Tue, 25 October 22

Next Article