Gold Price Today : આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 53136, જાણો સોનામાં રોકાણ અંગે નિષ્ણાંતોનો શું છે અભિપ્રાય

|

Aug 02, 2022 | 12:36 PM

વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત 1,774.04 ડોલર પ્રતિ ઔંસ હતી, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.09 ટકા વધારે છે.

Gold Price Today : આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 53136, જાણો સોનામાં રોકાણ અંગે નિષ્ણાંતોનો શું છે અભિપ્રાય
Gold (Symbolic Image)

Follow us on

Gold Price Today : સોનાના ભાવમાં પણ આજે નરમાઈ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતાની અસર આજે ભારતીય વાયદા બજાર પર પણ જોવા મળી રહી છે. ચાંદીનો ભાવ આજે 58 હજારની નીચે આવ્યો હતો. બીજી તરફ તાજેતરમાં  સોનાની કિંમત એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 24-કેરેટ શુદ્ધતાના સોનાનો વાયદો  ઘટીને રૂ.   51,242.00 પ્રતિ 10 ગ્રામ સુધી નીચલા સ્તરે ગયો હતો. આજે  સોનામાં 51,250 રૂપિયાના સ્તરે ટ્રેડિંગ શરૂ થયું હતું પરંતુ માંગ વધવાને કારણે ટૂંક સમયમાં જ કિંમત 51,300ને પાર થઈ ગઈ હતી. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં થોડા  ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :   51250.00  -13.00 (-0.03%)  –  11:25 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 53136
Rajkot 53155
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52580
Mumbai 51650
Delhi 51820
Kolkata 51650
(Source : goodreturns)

ચાંદીમાં મોટો ઘટાડો

સોનાની તર્જ પર આજે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટિકોમોડિટી એક્સચેન્જ પર આજે ચાંદીનો વાયદો રૂ. 395 ઘટીને રૂ. 57,931 પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. અગાઉ ચાંદીમાં ખુલ્લેઆમ કારોબાર રૂ. 58,261 પર શરૂ થયો હતો, પરંતુ માંગમાં મંદીના કારણે ભાવ ઘટીને 58 હજાર સુધી આવી ગયો હતો. ચાંદી હાલમાં અગાઉના બંધ ભાવ કરતાં 0.68 ટકા નીચે ટ્રેડ કરી રહી છે.

વૈશ્વિક બજારમાં અસ્થિરતા

વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત 1,774.04 ડોલર પ્રતિ ઔંસ હતી, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.09 ટકા વધારે છે. જોકે, ચાંદીના હાજર ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો અને તે $20.2 પ્રતિ ઔંસના ભાવે વેચાઈ રહ્યો હતો. ચાંદી આજે તેના પાછલા બંધ ભાવથી 0.68 ટકાના ઘટાડા પર કારોબાર કરી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નિષ્ણાંતોનું અનુમાન

નિષ્ણાતો કહે છે કે ભલે અત્યારે સોના પર દબાણ છે પરંતુ ફુગાવો અને મંદીનું જોખમ ઓછું થતાં જ સોનું ફરી એકવાર વેગ પકડશે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં સોનું 54 હજારનું સ્તર પકડી શકે છે. જો કે, તેમણે બજારની અસ્થિરતાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જો ઘટાડો થશે તો સોનાની કિંમત 48 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

 

 

Next Article