Gold Price Today : અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 54394 રૂપિયા, ખરીદી પહેલા જાણો તમારા શહેરના ભાવ

|

Nov 24, 2022 | 11:29 AM

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ અલગ-અલગ રીતે આગળ વધી રહ્યા છે. સોનાનો હાજર ભાવ આજે 0.18 ટકા ઘટીને $1,738.14 પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત આજે ઉંચી છે. આજે ચાંદી 0.78 ટકા વધીને 21.25 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.

Gold Price Today : અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 54394 રૂપિયા, ખરીદી પહેલા જાણો તમારા શહેરના ભાવ
gold file image

Follow us on

ભારતીય વાયદા બજારમાં સોનામાં તેજી યથાવત રહી છે. આજે ગુરુવાર 24 નવેમ્બરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ 0.40 ટકાની તેજી  ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે વાયદા બજારમાં આજે ચાંદીનો દર પણ 1.05 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ગઈ કાલે સોના-ચાંદીના ભાવ વાયદા બજારમાં વધારા સાથે બંધ થયા હતા. આજે વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ વધારા સાથે 52,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. સોનાનો ભાવ આજે 52,700 રૂપિયા સુધી ઉછળ્યો હતો. ખુલ્યાના થોડા સમય પછી  કિંમત 52,688 રૂપિયા થઈ ગઈહતો જોકે બાદમાં કિંમતમાં થોડો ઘટાડો થયો અને તે 52,661 રૂપિયા થઈ ગયો હતો. ગઈકાલે એમસીએક્સ પર સોનાનો ભાવ 0.35 ટકાના વધારા સાથે રૂ.52,470 પર બંધ થયો હતો.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :   52650.00 +199.00 (0.38%)  – સવારે  11: 24 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 54394
Rajkot 54414
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 53780
Mumbai 52970
Delhi 53120
Kolkata 52970
(Source : goodreturns)

ચાંદીમાં પણ વધારો થયો છે

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીમાં મોટો ઉછાળો આવ્યો છે. આજે ચાંદી રૂ.649 વધીને રૂ.62,279 પર કારોબાર કરી રહી છે. ચાંદીનો ભાવ 62,099 રૂપિયા પર ખુલ્યો હતો. એકવાર કિંમત 62,460 રૂપિયા થઈ ગઈ. પરંતુ બાદમાં તે થોડો ઘટીને રૂ. 62,279 થયો હતો. ચાંદીના ભાવ ગઈ કાલે વાયદા બજારમાં 1.37 ટકાના વધારા સાથે રૂ. 61,640 પર બંધ થયા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટ્યું તો  ચાંદી વધી

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ અલગ-અલગ રીતે આગળ વધી રહ્યા છે. સોનાનો હાજર ભાવ આજે 0.18 ટકા ઘટીને $1,738.14 પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત આજે ઉંચી છે. આજે ચાંદી 0.78 ટકા વધીને 21.25 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી?

તમે ઘરે બેઠા BIS કેર એપ દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. જો સોનાનો લાઇસન્સ નંબર, હોલમાર્ક અથવા રજીસ્ટ્રેશન નંબર ખોટો હોય તો તમે સરકારને સીધી ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધાયા બાદ તમને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેની પણ માહિતી મળશે.

 

Next Article