Gold rate today: સોનું થયું મોંઘુ, જાણો આજના ભાવ

|

Nov 13, 2021 | 9:34 AM

Gold rate : સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં થયેલા વધારા અંગે બજારના જાણકારોનું કહેવું છે કે અમેરિકામાં મોંઘવારીનો દર વધી રહ્યો છે તેની સાથે ચીનમાંથી પણ માંગ વધી છે.

Gold rate today: સોનું થયું મોંઘુ, જાણો આજના ભાવ

Follow us on

સપ્તાહના ટ્રેડિંગના છેલ્લા દિવસે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 22 રૂપિયા વધીને 48,176 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આના કારણે અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ.48,154 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીના ભાવમાં પણ રૂ.627ના ઉછાળા સાથે રૂ.65,609 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 64,982 પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ નજીવો ઘટીને 1,857 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી 25.17 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહી હતી. બજારના જાણકારોનું કહેવું છે કે “શુક્રવારે COMEX (ન્યૂ યોર્ક સ્થિત કોમોડિટી એક્સચેન્જ) પર સ્પોટ સોનું 0.30 ટકા ઘટીને $1,857 પ્રતિ ઔંસ થયું હતું, જેના કારણે સોનાના ભાવ નબળા પડ્યા હતા.” બીજી બાજુ, રૂપિયો ઘટ્યો હતો. અમેરિકી ડોલર સામે આજે સાત પૈસા વધીને 74.45ની સપાટીએ બંધ રહ્યો હતો.

સોનાના ભાવમાં સતત વધારો 
સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં વધારા અંગે બજારના જાણકારોનું કહેવું છે કે અમેરિકામાં મોંઘવારીનો દર વધી રહ્યો છે. આ સિવાય ચીનના બજારમાં સોનાની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. વધતી જતી ફુગાવાના કારણે વેપારીઓ સોનામાં હેજિંગ કરી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં અમેરિકામાં વાર્ષિક ધોરણે ફુગાવાનો દર 6.2 ટકા હતો, જે વર્ષ 1990 પછી સૌથી વધુ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શેરબજાર બે સપ્તાહની ટોચે
દરમિયાન, વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે ઈન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા મોટા શેરોમાં ઉછાળાને પગલે મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે બે સપ્તાહની ટોચે બંધ થયા હતા. આ દરમિયાન બીએસઈના 30 શેરો વાળા મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 767 પોઈન્ટ એટલે કે 1.28 ટકાના વધારાની સાથે 60,686.69 ના સ્તર પર બંધ થયા છે. 30 જેટલી મુખ્ય કંપનીના શેરના સેન્સેક્સમાંથી 25 શેર નફામાં બંધ થયા. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 229.15 પોઈન્ટ એટલે કે 1.28 ટકા વધીને 18,102.75 પર પહોંચ્યો હતો. આ 27 ઓક્ટોબર પછીનું સૌથી ઉંચુ સ્તરે બંધ થયુ છે.

MCX પર સોના અને ચાંદીના ભાવ
MCX પર, ડિસેમ્બરમાં રાત્રે 8.40 વાગ્યે ડિલિવરી માટેનું સોનું રૂ. 23 વધી રૂ. 49239 પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. તે જ સમયે, ફેબ્રુઆરી 2022 ડિલિવરી માટે સોનું રૂ. 38 ના વધારા સાથે રૂ. 49,450 પર ટ્રેડ થઈ રહ્યું હતું. ડિસેમ્બર ડિલિવરી માટેની ચાંદી હાલમાં રૂ. 191ના વધારા સાથે રૂ. 67156 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી, જ્યારે માર્ચ 2022ની ડિલિવરી માટેની ચાંદી રૂ. 133ના વધારા સાથે રૂ. 67950 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

આ પણ વાંચોઃ

T20 World Cup: ન્યુઝીલેન્ડના ક્રિકેટરોની પત્નિઓની ખૂબસુરતી જ નહી પરંતુ તેમનુ કામ પણ બોલે છે, જાણો આ સુંદર ચેહરાઓનો દમ

Next Article