Gold  Price Today : સોનામાં રોકાણનો કયો વિકલ્પ છે ફાયદાનો સોદો? જાણો વિગતવાર

|

May 30, 2022 | 10:24 AM

ફિઝિકલ ગોલ્ડની વાત કરીએ તો તેના પર કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવે છે. ખરીદીના 36 મહિનાની અંદર વેચવામાં આવે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવે છે. તે તમારી કુલ આવકમાં સમાવિષ્ટ છે અને તમે જે ટેક્સ બ્રેકેટમાં આવો છો તેના અનુસાર કર લાદવામાં આવે છે.

Gold  Price Today : સોનામાં રોકાણનો કયો વિકલ્પ છે ફાયદાનો સોદો? જાણો વિગતવાર
Symbolic Image

Follow us on

Gold  Price Today : મોંઘવારી વધી રહી છે. બીજી તરફ ડોલરની મજબૂતાઈ ઘટી રહી છે અને બોન્ડ યીલ્ડ પણ નબળી પડી રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર સોનાના રોકાણકારોમાં રસ વધ્યો છે. જો તમે પણ સોનામાં રોકાણ કરનારાઓમાં સામેલ છો, તો તમે તેમાં ઘણી રીતે રોકાણ કરી શકો છો. ફિઝિકલ ગોલ્ડ ઉપરાંત ગોલ્ડ ઇટીએફ(Gold ETF) અને ગોલ્ડ આધારિત મ્યુચ્યુઅલ ફંડ, ડિજિટલ ગોલ્ડ, સોવરિન ગોલ્ડ બોન્ડ તરીકે ઓળખાતા ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું ખૂબ જ સરળ બની ગયું છે. જો કે, વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવા માટેના નિયમો અને કર નિયમો અલગ-અલગ છે.

સોવરિન ગોલ્ડ બોન્ડને રોકાણ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આમાં રોકાણ કરવાથી વાર્ષિક ધોરણે 2.5 ટકા વળતર મળે છે. આ તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવે છે, જેના પર ટેક્સ બ્રેકેટ અનુસાર ટેક્સ લાગે છે. તેની મેચ્યોરિટી 8 વર્ષની છે. રોકાણકાર રૂ. 4 લાખ સુધીના ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. તેને 8 વર્ષ પછી વેચવા પર કેપિટલ ગેઈન પર કોઈ ટેક્સ લાગતો નથી. જો 5-8 વર્ષની વચ્ચે વેચવામાં આવે તો 20 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ પણ 1% ના TDSને આકર્ષિત કરતા નથી જે ફિઝિકલ ગોલ્ડ પર લાગુ થાય છે. આ સિવાય કોઈ કમિશન કે GST પણ વસૂલવામાં આવતો નથી. ઓનલાઈન ખરીદી પર 50 રૂપિયા પ્રતિ ગ્રામનું અલગ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આમાં ઓછામાં ઓછું 1 ગ્રામ રોકાણ કરવું જરૂરી છે.

આજના સમયમાં ડિજિટલ ગોલ્ડનો ઘણો ક્રેઝ છે. આમાં 1 રૂપિયાનું પણ રોકાણ કરી શકાય છે. જોકે, ડિજિટલ સોનું ખરીદવા પર 3 ટકાનો GST લાગે છે. આ સિવાય ડિજિટલ ગોલ્ડ વેચનારનું કમિશન અલગ હશે. એકંદરે, તે 5-7 ટકાનો ગુણોત્તર છે. ડિજિટલ સોનું વેચતા પ્લેટફોર્મ હજુ સુધી નિયંત્રિત નથી. આવી સ્થિતિમાં, જો કોઈ પ્રકારની છેતરપિંડી થાય તો તે ખૂબ મુશ્કેલ હશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ગોલ્ડ ઇટીએફ વિશે વાત કરીએ તો તે સોનામાં રોકાણ કરવાની પેસિવ રીત છે. એક ગોલ્ડ ETF યુનિટ એટલે 1 ગ્રામ. ગોલ્ડ ETF યુનિટ્સ BSE, NSE બંને પર સ્ટોકની જેમ ટ્રેડ થઈ શકે છે. તે એક રીતે ઓનલાઈન મોડમાં સોનું ખરીદવા જેવું છે. જો કે, તેને રિડીમ કરવા પર, તમને રોકડ મળે છે, સોનું નહીં, જે તે સમયે સોનાની કિંમત અનુસાર હોય છે. ગોલ્ડ ETF પર કોઈ વેલ્થ ટેક્સ નથી. આ સિવાય કોઈ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ (VAT) અને સેલ્સ ટેક્સ નથી.

ફિઝિકલ ગોલ્ડની વાત કરીએ તો તેના પર કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવે છે. ખરીદીના 36 મહિનાની અંદર વેચવામાં આવે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવે છે. તે તમારી કુલ આવકમાં સમાવિષ્ટ છે અને તમે જે ટેક્સ બ્રેકેટમાં આવો છો તેના અનુસાર કર લાદવામાં આવે છે. જો 36 મહિના પછી વેચવામાં આવે તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ કહેવામાં આવે છે અને તેના પર 20 ટકા ટેક્સ લાગે છે. ઇન્ડેક્સેશનનો લાભ ચોક્કસપણે ઉપલબ્ધ છે પરંતુ આ ટ્રાન્ઝેક્શન પર સરચાર્જ અને સેસ પણ લાગુ પડે છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52900
Rajkot 52920
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52310
Mumbai 52200
Delhi 52200
Kolkata 52200
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 47100
USA 46275
Australia 46236
China 46290
(Source : goldpriceindia)

Published On - 10:23 am, Mon, 30 May 22

Next Article