Gold Price Today : સસ્તું સોનુ ખરીદવાની મળી તક, આજે સોનુ 800 રૂપિયા સસ્તું થયું , જાણો તમારા શહેરના રેટ

|

Apr 25, 2022 | 8:06 PM

અમેરિકાના જીડીપી ડેટા 28 એપ્રિલે જાહેર થશે. જો જીડીપી વૃદ્ધિ દર અપેક્ષા મુજબ નહીં રહે તો મોંઘવારી ફેડરલ રિઝર્વ માટે વધુ પડકારરૂપ બનશે. જો મોંઘવારી વધશે તો હેજિંગ માટે સોનાની માંગ વધશે જેના કારણે કિંમતમાં વધારો થશે.

Gold Price Today : સસ્તું સોનુ ખરીદવાની મળી તક, આજે સોનુ 800 રૂપિયા સસ્તું થયું , જાણો તમારા શહેરના રેટ
આજે સોનુ સસ્તું થયું

Follow us on

આખરે સોનાના ભાવ(Gold Price Today)માં ઘટાડો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સોનું 316 રૂપિયાના ઘટાડા સાથે 51,872 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું  52,188 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી પણ અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 1,010 ઘટીને રૂ. 65,443 પ્રતિ કિલોગ્રામ પર આવી છે જે અગાઉના ટ્રેડિંગ સત્રમાં રૂ. 66,453 પ્રતિ કિલોગ્રામ હતી. વૈશ્વિક સ્તરે સોનું 1,921 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તે જ સમયે, ચાંદીનો ભાવ નજીવો ઘટીને 23.78 ડોલર પ્રતિ ઔંસ હતો.

ફ્યુચર્સ ટ્રેડની કિંમત

ફ્યુચર્સ ટ્રેડમાં સોમવારે સોનાનો ભાવ રૂ. 266 ઘટીને રૂ. 51,995 પ્રતિ 10 ગ્રામ દેખાયો હતો જે વધુ ઘટ્યો હતો.  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન ડિલિવરી માટેના કોન્ટ્રાક્ટ્સ રૂ. 266 અથવા 0.51 ટકાના ઘટાડા સાથે રૂ. 51,995 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતા જોવા મળ્યા હતા. બીજી બાજુ વાયદાના વેપારમાં ચાંદીના ભાવ રૂ. 1,084 ઘટીને રૂ. 65,462 પ્રતિ કિલોગ્રામ થયા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર મે ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટ રૂ. 1,084 અથવા 1.63 ટકા ઘટીને રૂ. 65,462 પ્રતિ કિલોગ્રામ રહ્યા હતા.

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી અને ઉચ્ચ મોંઘવારીના કારણે સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિષ્ણાતોના મતે આ વર્ષે સોનાની કિંમત 55,000 રૂપિયાના આંકડાને સ્પર્શી શકે છે. આ સાથે આવતા વર્ષે સોનું રૂ. 62,000 સુધી પહોંચી શકે છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ પરિબળો મહત્વના રહેશે

અમેરિકાના જીડીપી ડેટા 28 એપ્રિલે જાહેર થશે. જો જીડીપી વૃદ્ધિ દર અપેક્ષા મુજબ નહીં રહે તો મોંઘવારી ફેડરલ રિઝર્વ માટે વધુ પડકારરૂપ બનશે. જો મોંઘવારી વધશે તો હેજિંગ માટે સોનાની માંગ વધશે જેના કારણે કિંમતમાં વધારો થશે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 51445.00 -816.00 (-1.56%) –  19:51 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 53340
Rajkot 53380
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 53590
Mumbai 53440
Delhi 53440
Kolkata 53440
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 48163
USA 47278
Australia 47236
China 47213
(Source : goldpriceindia)

 

આ પણ વાંચો : આ સરકારી યોજના હેઠળ સરકાર તમારા ખાતામાં દર મહિને રૂપિયા 5000 જમા કરી રહી છે, જાણો વિગતવાર

આ પણ વાંચો : Multibagger Stock: આ સુગર સ્ટોક રોકાણકારોને નફાની ઘણી મીઠાશ પીરસી રહ્યો છે, એક વર્ષમાં 440% વધ્યો શેર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:00 pm, Mon, 25 April 22

Next Article