Gold Price Today : સસ્તું થઇ રહ્યું છે સોનું? જાણો આજના લેટેસ્ટ રેટ

|

Jul 22, 2021 | 11:02 AM

ગયા વર્ષે ઓગસ્ટમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,000 ની સપાટીએ પહોંચ્યો હતો. MCX અનુસાર સોનું આજે 10 દીઠ 47,426.00 રૂપિયા સુધી નીચલા સ્તરે કારોબાર કરી રહ્યું છે.

Gold Price Today :  સસ્તું થઇ રહ્યું છે સોનું?  જાણો આજના લેટેસ્ટ રેટ
Symbolic Image

Follow us on

સોનાના ભાવમાં આજે(Gold Price Today) સતત પાંચમા દિવસે ઘટાડો થયો છે. આજે સોનુ એમસીએક્સ(MCX) પર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આ ઘટાડા પછી સોનાના ભાવ રેકોર્ડ સ્તરથી ઘણા નીચે ગયા છે. આજે ઓગસ્ટ ડિલિવરી માટેનું સોનું મલ્ટિ કોમોડિટી એક્સચેંજ (MCX) પર 0.22 ટકા તૂટીને કારોબાર કરી રહ્યું છે.

સોનું રેકોર્ડ સ્તર કરતા 8,530 રૂપિયા સસ્તું
ગયા વર્ષે ઓગસ્ટમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,000 ની સપાટીએ પહોંચ્યો હતો. MCX અનુસાર સોનું આજે 10 દીઠ 47,426.00 રૂપિયા સુધી નીચલા સ્તરે કારોબાર કરી રહ્યું છે. આ જોતા સોનું હજી 8,530 રૂપિયા સસ્તુ ગણી શકાય છે.

કઈ રીતે ચકાસણી કરશો તમારું સોનુ શુદ્ધ છે કે નહિ
જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા નહીં પરંતુ છેતરપિંડી સહિતની ફરિયાદ પણ કરી શકો છો. જો આ એપમાં લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટું હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેના વિશે ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મિસ્ડ કોલથી રેટ જાણી શકાશે
તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD         47462.00    -111.00 (-0.23%) – સવારે  10.00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         49180
RAJKOT 999                   49200
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 49010
MUMBAI                  48110
DELHI                      51320
KOLKATA                50140
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48600
HYDRABAD          48600
PUNE                      49510
JAYPUR                 49340
PATNA                    48110
NAGPUR                48110
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                44137
AMERICA        43067
AUSTRALIA    43485
CHINA            43254
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Next Article