Gold Price Today : સોનામાં રોકાણ માટે આવ્યો ઉત્તમ સમય , જાણો તમારા શહેરના સોનાના ભાવ

MCX પર સોનાનો વાયદો 0.82 ટકાના ઘટાડા સાથે 10 ગ્રામ દીઠ રૂ. 48500 નીચે ગગડ્યું હતું. ગુજરાતમાં સોનુ (Gold Price in Gujarat) 50 હજાર નીચે ટ્રેડ થઇ રહ્યું છે.

Gold Price Today : સોનામાં રોકાણ માટે આવ્યો ઉત્તમ સમય , જાણો તમારા શહેરના સોનાના ભાવ
Symbolic Image
| Updated on: Jun 14, 2021 | 12:02 PM

Gold Price Today : જો તમે સોનું કે સોનાના ઝવેરાત ખરીદવા માંગતા હો, તો હાલ તમારી પાસે સારી તક છે.સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો વાયદો 0.82 ટકાના ઘટાડા સાથે 10 ગ્રામ દીઠ રૂ. 48500 નીચે ગગડ્યું હતું. ગુજરાતમાં સોનુ (Gold Price in Gujarat) 50 હજાર નીચે ટ્રેડ થઇ રહ્યું છે.

ભારતમાં સોનું આ મહિનાની શરૂઆતમાં પાંચ મહિનાની ઊંચી સપાટીએ 48,700 રૂપિયા સુધી પહોંચ્યું હતું અને આ સ્તરે પહોંચ્યા બાદથી સોનાના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવની વાત કરીએ તો અહીં સોનાનો ભાવ પ્રતિ ઔંશ 0.6 ટકા તૂટીને 1,864.58 ડડોલર સુધી પહોંચ્યો હતો. આ અઠવાડિયાનું સૌથી નીચું સ્તર છે. ફેડરલ રિઝર્વ નીતિ બેઠકના પરિણામો પણ આ અઠવાડિયાના અંતમાં આવવાના છે.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD
Current   48538.00     -365.00 (-0.75%) – સવારે 11.44 વાગે
Open      48,750.00
High      48,750.00
Low      48,480.00

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999     49957
RAJKOT 999               49978
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI              49900
MUMBAI              48720
DELHI                  52180
KOLKATA            51180
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           49640
HYDRABAD        49640
PUNE                     48720
JAYPUR                52180
PATNA                  48720
NAGPUR              48720
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                44951
AMERICA          44021
AUSTRALIA      44072
CHINA               44008
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

વર્ષ 2022 પેહલા સોનું 5500 ની સ્પર્ષે તેવા અનુમાન છે
સોનાના ભાવ અંગે બજારના નિષ્ણાતો કહે છે કે આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 55000 રૂપિયાના આંકડાને પાર કરી શકે છે. બુલિયન નિષ્ણાતો કહે છે કે જો તમારે સોનામાં રોકાણ કરવું હોય તો આ એક સારી તક છે. વર્ષના અંત સુધી સોનું તમને સારું વળતર આપશે. બજારના નિષ્ણાતો કહે છે કે 15 જુલાઈ, 2021 પછી સોનામાં તેજી થઈ શકે છે, જે તમને આ વર્ષના અંત સુધીમાં સારો નફો આપશે.