Gold Price Today : લગ્નની સીઝનમાં ફરી સોનું મોંઘુ થવા લાગ્યું, જાણો આજનો સોનાનો ભાવ અહેવાલ દ્વારા

|

May 24, 2022 | 1:12 PM

આજે સવારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. યુએસ બુલિયન માર્કેટમાં આજે સવારે સોનાનો હાજર ભાવ 0.14 ટકા ઘટીને 1,851.26 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.

Gold Price Today : લગ્નની સીઝનમાં ફરી સોનું  મોંઘુ થવા લાગ્યું, જાણો આજનો સોનાનો ભાવ અહેવાલ દ્વારા
Gold (symbolic image )

Follow us on

Gold Price Today : વૈશ્વિક બજારમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે ભારતીય બુલિયન માર્કેટમાં પણ મંગળવારે ઉછાળો જોવા મળ્યો હતો. સોનાની કિંમત ફરી એકવાર વધીને 51 હજારની નજીક પહોંચી ગઈ છે.મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદા કિંમત 51000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. અગાઉ સોનાની કિંમત રૂ. 50,940 પર ખુલી હતી અને ટૂંક સમયમાં માંગમાં વધારાને કારણે તેમાં ઉછાળો જોવા મળ્યો હતો. અગાઉ સોનાનો ભાવ 50 હજારની નીચે આવી ગયો હતો પરંતુ વૈશ્વિક બજારમાં માંગ વધવાને કારણે ફરી ઉછાળો આવ્યો હતો.

ચાંદીના ભાવમાં પણ વધારો

સોનાના ભાવમાં આજે ઉછાળો જોવા મળ્યો છે, તો ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે એમસીએક્સ પર ચાંદીનો વાયદો રૂ. 154 ઘટીને રૂ. 61,144 પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉ ચાંદી રૂ. 61,349 પર ખુલી હતી અને 0.25 ટકાના ઘટાડા સાથે 61 હજારની નજીક આવી હતી. આ મહિનાની શરૂઆતમાં ચાંદી 70 હજારની ઉપર ચાલી રહી હતી.

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે સવારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. યુએસ બુલિયન માર્કેટમાં આજે સવારે સોનાનો હાજર ભાવ 0.14 ટકા ઘટીને 1,851.26 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. આ સિવાય ચાંદીનો હાજર ભાવ પણ 0.20 ટકા ઘટીને 21.71 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. ગયા મહિના સુધી, વૈશ્વિક બજારમાં સોનાનો દર ઔંસ દીઠ $2,000 અને ચાંદીનો ભાવ $27 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનાના ભાવ વધવાનું કારણ લગ્નની સિઝન અને વધતી માંગ છે. જોકે, રૂસો-યુક્રેન યુદ્ધની શરૂઆતમાં વૈશ્વિક બજારના દબાણમાં સોનું 57 હજારની નજીક પહોંચી ગયું હતું. જો ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો હવે ડૉલર ફરી મજબૂતાઈ પર આવી રહ્યો છે જેના કારણે સોનાની કિંમત પર દબાણ વધ્યું છે. રોકાણકારો ડોલર જેવા ચલણમાં નાણાંનું રોકાણ કરવા આગળ વધી રહ્યા છે અને સોનાની માંગ ઘટી રહી છે. જેના કારણે વૈશ્વિક બજારમાં સોનું સસ્તું થઈ રહ્યું છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 51047.00     +140.00 (0.28%) –  1:00 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52880
Rajkot 52900
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52600
Mumbai 52090
Delhi 52090
Kolkata 52090
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 47377
USA 46287
Australia 46242
China 46263
(Source : goldpriceindia)
Next Article