Gold Price Today : સોનું 500 રૂપિયા મોંઘુ થયું, જાણો તમારા શહેરમાં કઈ કિંમતે વેચાઈ રહી છે કિંમતી ધાતુ

|

May 05, 2022 | 12:06 PM

વૈશ્વિક બજારમાં તેજીના કારણે આજે સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાય સત્રોથી સોના-ચાંદીના ભાવમાં રહેલી સુસ્તી આજે પળવારમાં દૂર થઈ ગઈ હતી અને સોનું ઉછળ્યું હતું.

Gold Price Today : સોનું 500 રૂપિયા મોંઘુ થયું, જાણો તમારા શહેરમાં કઈ કિંમતે વેચાઈ રહી છે કિંમતી ધાતુ
Symbolic Image

Follow us on

વૈશ્વિક બજારમાં તેજીના કારણે આજે સોનાના ભાવ(Gold Price Today)માં જોરદાર વધારો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાય સત્રોથી સોના-ચાંદીના ભાવમાં રહેલી સુસ્તી આજે પળવારમાં દૂર થઈ ગઈ હતી અને સોનું ઉછળ્યું હતું. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ગુરુવારે સવારે 24 કેરેટ સોનાની વાયદાની કિંમત રૂ. 661 વધી  હતી. છેલ્લા કેટલાક સત્રોમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ MCX પર આજના કારોબારમાં સવારે સોનું રૂ. 50,921 પર ખુલ્યું હતું અને થોડી જ વારમાં તે 1.31 ટકાના વધારા સાથે 51 હજારની સપાટીને પાર કરી ગયું હતું.

ચાંદીમાં રૂ. 1,700થી વધુનો ઉછાળો

MCX પર આજે સવારે ચાંદીના વાયદાના ભાવમાં પણ જોરદાર વધારો થયો હતો. સવારના વેપારમાં ચાંદી રૂ. 62,348 પર ખુલી હતી અને ટૂંક સમયમાં 2.38 ટકા વધીને રૂ. 63,840 પર પહોંચી ગઈ હતી. આ દરમિયાન ગઈકાલના બંધથી ચાંદીના ભાવમાં 1,726 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ ચાંદીની કિંમત સતત નીચે જઈ રહી હતી અને બુધવારે 61 હજારની આસપાસ કારોબાર શરૂ થયો હતો.

વૈશ્વિક બજારમાં પણ જોરદાર ઉછાળો
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યા બાદ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની માંગમાં વધારો થયો છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત 0.40 ટકા વધીને 1,901.66 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. એક દિવસ અગાઉ સવારના વેપારમાં સોનું 1,860 ડોલર પ્રતિ ઔંસની આસપાસ વેચાઈ રહ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. આજે સવારે ચાંદીનો હાજર ભાવ 3.46 ટકા વધીને 23.16 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો. એક દિવસ પહેલા તે 22 ડોલર પ્રતિ ઔંસની આસપાસ વેચાઈ રહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

ડૉલરની નબળાઈને કારણે સોનું મજબૂત થયું છે

યુએસ ફેડ રિઝર્વે તેના વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યો જેના કારણે વૈશ્વિક બજારમાં ડોલર નબળો પડવા લાગ્યો અને સોનાની કિંમતમાં વધારો થયો છે. ફેડ રિઝર્વના વડા પોવેલે કહ્યું છે કે વ્યાજમાં 0.75 ટકા વધારો થવાની પણ શક્યતા છે. અગાઉ ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 18 એપ્રિલથી સોનું 2,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું જ્યારે ચાંદીમાં 8,800 રૂપિયાનો ઘટાડો થયો હતો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 51183.00 +573.00 (1.13%) –  11:55 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 53210
Rajkot 53230
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 53060
Mumbai 51700
Delhi 51700
Kolkata 51700
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 46707
USA 46354
Australia 46433
China 46471
(Source : goldpriceindia)
Next Article