Gold Price Today : સોનુ થયું સસ્તુ, ચાંદી ચમકી, આંકડો 63,390 ને પાર, જાણો આજના ભાવ

|

Dec 01, 2022 | 1:01 PM

Today Gold Silver Price : આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ભારતીય બજારમાં સકારાત્મક વૈશ્વિક સંકેતો છતાં આજે સોનાના ભાવ તૂટ્યા છે, પરંતુ ચાંદીના ભાવમાં લગભગ બે ટકાનો ઉછાળો આવ્યો છે.

Gold Price Today : સોનુ થયું સસ્તુ, ચાંદી ચમકી, આંકડો 63,390 ને પાર, જાણો આજના ભાવ
Gold

Follow us on

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે એટલે કે 1 ડિસેમ્બર, ગુરૂવારે સોનુ અને ચાંદી ભાવમાં ખુબ ઉછાળો જોવા મળ્યો, જ્યારે વાયદા બજારમાં સોના- ચાંદીના ભાવમાં સામાન્ય માહોલ જોવા મળ્યો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ શરૂઆતી કારોબારમાં 0.03 ટકા ટૂટી ગયો, અને ચાંદીની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદીમાં 1.85 ટકાની જોરદાર તેજી આવી.

ગુરુવારે, 24 કેરેટ શુદ્ધતાનું સોનું વાયદા બજારમાં સવારે 9:10 વાગ્યા સુધી ગઈકાલના બંધ ભાવથી રૂ. 18 ઘટીને રૂ. 52,462 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. ચાંદીનો ભાવ ગઈકાલના બંધ ભાવથી રૂ. 1,150 વધીને રૂ. 63,390 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં જબરદસ્ત તેજી

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. સોનાનો હાજર ભાવ આજે 1.51 ટકા વધીને1,775.25 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત પણ આજે 5.14 ટકાના ઉછાળા સાથે 22.31 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

નવેમ્બરમાં 5 ટકાનો વધારો

ગયા મહિને નવેમ્બરમાં ભારતમાં સોનાના ભાવમાં લગભગ 5% એટલે કે 2,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો હતો. પરંતુ, સોનું હજુ પણ તેના રેકોર્ડ સ્તરથી 3000 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે. ઓગસ્ટ 2020માં સોનાની કિંમત રૂ. 56,200ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી.

અહેવાલ મુજબ, એક્સિસ સિક્યોરિટીઝના દેવ્યા ગગલાની કહે છે કે વર્તમાન આર્થિક પરિદ્રશ્ય અને ભૌગોલિક રાજકીય તણાવ બુલિયનના ભાવને ટેકો આપી શકે છે. ટેકનિકલ મોરચે રૂ. 52500-52400 સોના માટે સારો સપોર્ટ ઝોન છે. આ અઠવાડિયે કિંમત રૂ. 52,500 અને રૂ. 53,200 વચ્ચે ટ્રેડ થઈ શકે છે.

શેરબજાર આજે સવારે 258 પોઈન્ટ વધારા સાથે ખુલ્યો

સેન્સેક્સ આજે સવારે 258 પોઈન્ટના વધારા સાથે 63,358 પર ખુલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું, જ્યારે નિફ્ટી 114 પોઈન્ટના વધારા સાથે 18,872 પર ખુલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું. બુધવારે બજારે વેગ પકડ્યો હતો, જે આજે સવારે પણ ચાલુ રહ્યો હતો અને વૈશ્વિક બજારમાં સકારાત્મક સેન્ટિમેન્ટે રોકાણકારોને વધુ પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે તેઓએ ખરીદી પર ઘણો ભાર મૂક્યો હતો. સવારે 9.35 વાગ્યે સેન્સેક્સે 394 પોઈન્ટના ઉછાળા સાથે 63,454 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું, જ્યારે નિફ્ટી 104 પોઈન્ટ વધીને 18,862 પર પહોંચ્યો.

Next Article