Gold Price: Corona વચ્ચે સસ્તુ થઈ ગયું સોનુ, જાણો શું છે આજની પ્રાઈઝ

|

May 12, 2021 | 8:31 AM

Gold Price: સ્થાનિક બુલિયન માર્કેટમાં વૈશ્વિક સ્તરે ધાતુઓની કિંમતોમાં ઘટાડા વચ્ચે સોનાના ભાવ રૂ.212ના ઘટાડા સાથે 47,308 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યા છે.

Gold Price: Corona વચ્ચે સસ્તુ થઈ ગયું સોનુ, જાણો શું છે આજની પ્રાઈઝ
Gold Price: Corona વચ્ચે સસ્તુ થઈ ગયું સોનુ, જાણો શું છે આજની પ્રાઈઝ

Follow us on

Gold Price: સ્થાનિક બુલિયન માર્કેટમાં વૈશ્વિક સ્તરે ધાતુઓની કિંમતોમાં ઘટાડા વચ્ચે સોનાના ભાવ રૂ.212ના ઘટાડા સાથે 47,308 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યા છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ માહિતી આપી છે. પાછલા ટ્રેડિંગ દિવસમાં સોનાનો બંધ ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ. 47,520 હતો. આ સમયગાળા દરમિયાન ચાંદી પણ રૂ .973 ઘટીને રૂ. 70,646 થઈ હતી. પાછલા સત્રમાં ભાવ 71,619 રૂપિયા પર બંધ રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક ઔંસ ઘટીને 1,834 ડોલર થયું છે, જ્યારે ચાંદી લગભગ 27.34 ડોલરની સપાટીએ સ્થિર છે. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટનાં જણાવ્યા પ્રમાણે યુએસ બોન્ડ બજારોમાં વધારા અને ડોલરની મજબૂતીને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ હતા.

શું કહે છે જાણકારો?

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નિષ્ણાંતો કહે છે કે યુએસ અર્થતંત્રનો ડેટા નીચે આવ્યો છે જેના કારણે ડોલર વધુ ઘટશે. આ આવતા સપ્તાહમાં સોનાના ભાવમાં વધુ વધારો જોવાશે,જો તમે બારીકીથી ધ્યાન આપશો, તો યુ.એસ. સ્ટોક ઇન્ડેક્સ ડાઉ અને નાસ્ડેક તેમની સર્વાધિક ઉંચાઈએ પહોંચી ગયા છે.

અમેરિકન અર્થતંત્ર અપેક્ષિત સુધારણા બતાવી રહ્યું નથી. આવી સ્થિતિમાં શેરબજારમાં રોકાણ કરવાને બદલે રોકાણકારો સલામત રોકાણ તરફ આગળ વધશે અને સોનામાં વધેલા રોકાણને કારણે સોનાની કિંમતમાં ફરી વધારો થશે. બીજી તરફ, યુએસ બોન્ડની ઉપજમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે.

30 એપ્રિલના રોજ, 10 વર્ષના યુએસ બોન્ડની ઉપજ 1.626 ટકા હતી, જે આ અઠવાડિયામાં ઘટીને 1.579 ટકા થઈ ગઈ છે. તેમાં મે મહિનામાં 0.47 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યારે પણ ઉપજમાં ઘટાડો થાય છે ત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે.

Next Article