આવી ગયો સોનુ ખરીદવાનો યોગ્ય સમય, પીકથી ₹13,000 ઘટ્યા ભાવ, જાણી લો નવા રેટ

સોના અને ચાંદીની કિંમતોમાં આ વર્ષે ઘણી તેજી જોવા મળી છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી સોનાના ભાવ ઘટી રહ્યા છે. સોનુ તેની પીકથી લગભગ 13000 રૂપિયા નીચે આવી ગયુ છે. આ ઘટાડા પાછળ નફાબુકિંગ ઉપરાંત અનેક કારણો છે. જાણો સોનાના ભાવ કેટલા ઘટ્યા છે.

આવી ગયો સોનુ ખરીદવાનો યોગ્ય સમય, પીકથી ₹13,000 ઘટ્યા ભાવ, જાણી લો નવા રેટ
| Updated on: Oct 29, 2025 | 3:32 PM

સોનાના ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સોનાનો ભાવ તેના ટોચના સ્તરથી આશરે ₹12,700 ઘટ્યો છે. આ ઘટાડાથી રોકાણકારો ચિંતામાં મુકાયા છે જેઓ થોડા અઠવાડિયા પહેલા સુધી સોનાના ભાવમાં વધારાનો લાભ લઈ રહ્યા હતા. સોનાના ભાવ ₹1,32,294 પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ થી ઘટીને આશરે ₹1,19,351 થયા છે, જે લગભગ 9.7% ઘટાડો દર્શાવે છે.

MCX પર 5 ડિસેમ્બરના રોજ ડિલિવરી માટે સોનાનો ભાવ પાછલા સત્રમાં ₹1,19,646 પર બંધ થયો હતો અને આજે ₹1,19,647 પર ફ્લેટ ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં, તે ₹120,230.00 ની ઊંચી સપાટી અને ₹119,351.00 ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. બપોરે 12.10 વાગ્યે, તે ₹541 વધીને ₹1,20,187 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી ₹1,633 વધીને ₹1,45,975 પ્રતિ કિલો એ પહોંચી ગઈ છે.

આ ઘટાડો શા માટે થઈ રહ્યો છે?

સોનાના ભાવમાં હાલમાં વધઘટ જોવા મળી રહી છે. મોટા-મોટા વૈશ્વિક ઘટનાક્રમોના કારણે બજારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, સોનાના ભાવ $4,000 પ્રતિ ઔંસ અને ચાંદી $47 ની નીચે આવી ગયા છે. જાણકારો કહે છે કે અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપારિક તણાવ ઓછા થવાના સંકેત મળ્યા છે. આ સંકેતોને કારણે સોના જેવા સલામત રોકાણોની માંગમાં થોડો ઘટાડો થયો છે. બજાર આ અઠવાડિયે વ્યાજ દરો પર ફેડરલ રિઝર્વના નિર્ણયની પણ રાહ જોઈ રહ્યું છે.

આ ઘટાડો ફક્ત આંતરરાષ્ટ્રીય બજારો પૂરતો સીમિત નથી. ભારતમાં સોનાના વાયદામાં પણ દબાણ જોવા મળ્યું છે. મંગળવારે, MCX પર ડિસેમ્બર સોનાનો કરાર ₹૧૧૯,૬૪૬ પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો, જે 1.08% નો ઘટાડો હતો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે સોનું ઘટીને ₹1,18,450 પર પહોંચી ગયું હતું, પરંતુ પછીથી થોડી રિકવરી દેખાઈ છે.

આ પણ વાંચો:

એક-બે નહીં દુનિયાના 23 દેશ વધારી રહ્યા છે સોનાના ભંડાર, વિશ્વના ઈતિહાસમાં પહેલીવાર થશે આવુ!

Baba Vanga Gold Prediction: સોનાના ભાવને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી, વર્ષ 2026માં જાણો કેટલો આવશે ઉછાળો