Gold : સોનુ ફરી તેજીની રફ્તાર પકડી રહ્યું છે, એક મહિનામાં 1289 રૂપિયા મોંઘુ થયું

|

Apr 06, 2021 | 10:29 AM

ભારતમાં સસ્તું થયેલું સોનુ(Gold) ફરી તેજીની રફ્તાર પકડી રહ્યું છે. અનુમાન છે કે  જો તમારે સોનાના ઝવેરાત બનાવવા હોય અથવા તો સોનામાં રોકાણ કરવું હોય તો હવે વધુ રાહ જોશો નહિ.

Gold : સોનુ ફરી તેજીની રફ્તાર પકડી રહ્યું છે, એક મહિનામાં 1289 રૂપિયા મોંઘુ થયું
સોનાના દામ ફરી વધવા લાગ્યા છે.

Follow us on

ભારતમાં સસ્તું થયેલું સોનુ(Gold) ફરી તેજીની રફ્તાર પકડી રહ્યું છે. અનુમાન છે કે  જો તમારે સોનાના ઝવેરાત બનાવવા હોય અથવા તો સોનામાં રોકાણ કરવું હોય તો હવે વધુ રાહ જોશો નહિ. દેશમાં કોરોના રોગચાળા દરમિયાન ફરી એક વખત સોનાના ભાવ વધવા લાગ્યા છે. 5 એપ્રિલે સોનું 257 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું હતું. નિષ્ણાંતો કહી રહ્યા છ કે જ્યારે પણ બજારમાં અનિશ્ચિતતા અથવા અસ્થિરતાનું વાતાવરણ હોય છે ત્યારે સોનું મોંઘું થાયછે.

માર્ચથી ફરીથી સોનું મોંઘુ થવા લાગ્યું છે
5 માર્ચે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 43,887 રૂપિયા રહ્યા હતા ત્યારબાદ સોનું લગભગ 1,289 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. એપ્રિલની વાત કરીએ તો 31 માર્ચે સોનું 44,190 રૂપિયા હતું તે હવે 45,176 રૂપિયા પર છે. એટલે કે સોનું 946 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

ઓગસ્ટ 2020 માં સોનું 56,200 પર પહોંચ્યું હતું
ઓગસ્ટ 2020 માં સોનાનો ભાવ પણ રૂ 56,200 ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. તે સમયે કોરોના રોગચાળાને કારણે રોકાણકારોમાં ભયનું વાતાવરણ હતું. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ શેરબજારમાં નબળાઇની સંભાવના દેખાય છે ત્યારે સોનાના ભાવમાં ઉછાળો આવે છે પરંતુ રસી આવ્યા પછી સોનાના ભાવ ઘટ્ટ જોવા મળ્યા છે. ણ એક સમયે 44 હજાર પર આવી ગયું હતો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

એક નજર સોનાના ભાવના ઉતાર – ચઢાવ ઉપર 

Date Price (10 Gram)
5-Mar 43887
10-Mar 44673
20-Mar 45096
30-Mar 44468
5-Apr 45176
Next Article